ચીને કોરોના વાયરસથી ભયભીત થઈને લીધો મોટો નિર્ણય, લગાવી દીધો મસમોટો પ્રતિબંધ, જાણો વિગતે

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર છે ત્યારે તમામ દેશો પોતાના નાગરીકોને ચીનથી પરત પોતાના દેશ લાવી રહ્યા છે ત્યારે ચીન કોરોના વાયરસથી ભયભીત થઇ દરરોજ નિત નવા નિર્દેશ જાહેર કરી રહ્યું છે. ચીને રવિવારે Coronavirusને ફેલાવવાથી રોકવા માટે તેનાથી સંક્રમિત થયેલા લોકોની મોત પર તેમને દફનાવવા, સળગાવવા અને અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લાદી દીધો છે. એક અહેવાલ અનુસાર જાણકારી મળી રહી છે કે, ચીનમાં પ્રશાસન દ્વારા અંતિમ દર્શન કાર્યક્રમ જેવી પરંપરા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (National Health Commission), નાગરીક મામલાઓના મંત્રાલય એવમ્ મંત્રાલય દ્વારા જાહેર દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે, મૃતદેહોના અંતિમ સંસ્કાર તેમના સ્થાન નજીકના સ્મશાનસ્થળમાં કરવામાં આવે. કોરોના વાયરસથી મરનાર લોકોના મૃતદેહોને એક સ્થાનથી બીજા સ્થાને લઇ જવામાં ન આવે. અને આ પ્રકારના મૃતદેહોને દાટવામાં પણ ના આવે અને તેમને અન્ય સાધનોનાં માધ્યમથી સુરક્ષિત કરી શકાતા નથી.

સમાચાર એજેન્સી એફેની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃતદેહોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સીલ કરેલી બેગમાં રાખવી જોઈએ જે પછીથી ખોલી શકાતી નથી. જાહેર કરાયેલા દિશા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, મૃતદેહોને લાવવા માટે સ્મશાનગૃહો દ્વારા કર્મચારી અને વાહનોને મોકલવા જોઇએ અને તેનો માર્ગ પહેલાથી નક્કી હોવો જોઇએ. જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાય. તમને જણાવી દઇએ કે, ચીનમાં આ વાયરસના ચેપને કારણે 304 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 14 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

આ દરમિયાન ચીનમાં સેનાને તે હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે જેવા ખાસ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર ચીની સેનાનાં 1400 ડોક્ટર એક હજાર બેડવાળા ફાયર ગોડ માઉંટેન નામની આ હોસ્પિટલમાં વાયરસથી સંક્રમિત લોકોની સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલ દર્દીઓની સંખ્યાને કારણે વુહાનમાં બનાવવામાં આવેલી બે અસ્થાયી હોસ્પિટલોમાંની એક છે. બીજી હોસ્પિટલનું નામ થંડર ગોડ માઉન્ટેન રાખવામાં આવ્યું છે જેમાં 1,600 પથારીની સુવિધા હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો