સુરતમાં ભાઈ-બહેનના અનૈતિક સંબંધોના કારણે જન્મેલી બાળકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જાણીને હૃદય ફાટી જશે

તાજેતરમાં સુરતના પનાસ ગામે કચરામાંથી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં લોહીના સંબંધો સામે સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગા ભાઈ થકી ગર્ભવતી બન્યા બાદ પનાસ ગામની યુવતીએ શુક્રવારે મળસકે બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરામાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં પોલીસ તપાસ પછી બાળકીના મા-બાપનું પગેરું મળી આવ્યું હતું. ત્યજી દેવાયેલી આ બાળકી સગા ભાઈ-બહેનોના અનૈતિક સંબંધોનું પરિણામ હતું. ત્યારબાદ પોલીસે બન્નેની અટકાયત કરી હતી. પરંતુ હાલ આ બાળકીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આ બાળકી મળી ત્યારે જ તેની તબિયત ખરાબ હતી અને હવે તેનું મૃત્યુ થયું છે.

સુરતના પનાસ ગામે કચરામાં બાળકી મળી ત્યારથી જ તેની તબિયત ખૂબ ગંભીર હતી. તેના શરીરનું તાપમાન ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા પણ અનિયમિત હતા. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના હૃદયમાં જ ખામી છે. તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સર્જરી પણ પ્લાન કરવામાં આવી હતી, પરંતુ સર્જરી થાય તે પહેલા જ કમનસીબ બાળકીએ દમ તોડ્યો હતો. આ બાળકીને સૌ પહેલા સ્કૂલે જતી એક છોકરીએ જોઈ હતી, અને તેણે પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. બીજી તરફ પોલીસે પણ બાળકીને કોણ મૂકી ગયું છે તેની તપાસ શરુ કરી હતી.

આ ઘટનામાં બાળકી ત્યજી દેવાના ઘટનાક્રમ બાબતે કરેલી કબૂલાત બાદ પોલીસ પણ દિગ્મૂઢ થઈ ગઈ હતી. સામાન્ય સંજોગોમાં પુખ્ત વયની મહિલા પણ પ્રસૂતિ બાદ અસહ્ય પીડા અનુભવતી હોય છે, ત્યારે આ યુવતીએ પ્રસૂતિ બાદ બાળકીને કચરામાં ફેંકી આવી અને ત્યારબાદની હકીકત ખૂબ જ રૂવાંટાં ઊભી કરી દેનારી છે.

આ ઘટના વિશે જણાવીએ તો, ગત શુક્રવારે મળસકે તેણીને પ્રસૂતિની પીડા ઉપડતા ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર ટેરેસ પર જતી રહી હતી. ત્યારબાદ ચાર દીવાલો વચ્ચે પણ માણસને ઠુંઠવાઈ નાંખે તેવી ઠંડીમાં તેણીએ ટેરેસ પર કોઈની પણ મદદ વગર જાતે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને તેણીથી અલગ કરવા માટે ગર્ભનાળ કાપવાને બદલે તોડી નાંખી હતી. રડતી બાળકીનો અવાજ કોઈને સંભળાય નહીં તે માટે હાથથી મોઢું દબાવી ચૂપ કરાવી હતી, અને કચરાપેટીમાં ફેંકી આવ્યા બાદ પ્રસૂતિ સમયે પડેલી મેલી એક કાપડમાં લપેટી હતી. આ ઉપરાંત ટેરેસ પર અને બિલ્ડિંગના દાદર પર પડેલું લોહી કપડાથી સાફ કરી ગંદા કપડા પણ કચરાપેટીમાં ફેંકી આવી હતી. બાદમાં ઘરે આવી નાહીને જાણે કાંઈ થયું જ નહીં હોય એમ પથારીમાં સૂઇ ગઈ હતી.

શહેરમાં નવજાત બાળકીઓને ત્યજી દેવાના વધેલા કિસ્સા વચ્ચે પનાસ ગામની કચરાપેટીમાંથી મળેલી માસૂમની માતાને શોધી કાઢવાની ચેલેન્જ ઉમરા પોલીસે ઉપાડી લીધી હતી. ત્રણ પીએસઆઈની અલગ અલગ ટીમ બનાવી પનાસ ગામ ખાતેની આંગણવાડીમાં તપાસ માટે આવનારી 55 જેટલી સગર્ભાઓની તપાસ કરાઈ હતી. પરંતુ પોલીસને સફળતા નહીં મળતાં પનાસ ગામ સ્થિત એસએમસી આવાસામાં એક-એક ઘરનું સ્ક્રેનિંગ કરાયું હતું.

દરમિયાન સાંજના સમયે કોઈએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરી પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી હોવાનું કહી બાળકીને ત્યજી જનારા માતાનું સરનામું ઘર નંબર સાથે આપ્યું હતું. જેને પગલે પોલીસે ભાઈએ કરેલા દુષ્કર્મને પગલે કુંવારી માતા બનેલી યુવતીને શોધી કાઢી હતી. શરૃમાં તેણીએ અજાણ્યા વ્યક્તિએ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું કહી ગોળગોળ ફેરવી હતી, બાદમાં સગીર ભાઈના હિચકારા કૃત્ય અંગે કબૂલાત કરી લીધી હતી. આ કેસમાં પોલીસે ડીએનએ સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

કુંવારી માતા બન્યા બાદ પાપ છુપાવવા યુવતીએ બાળકીને કચરામાં ફેંકી ત્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. જેને પગલે બાળકી કચરાની સાથે પાણીમાં પડી રહી હતી. હાડથીજાવતી ઠંડીમાં ઘણો સમય પડી રહ્યા બાદ માસૂમના શરીરનું ટેમ્પરેચર ફક્ત 15 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી 108ના સ્ટાફે ત્વરિત હેલોઝોનથી શરીર હૂંફાળું કરી માસૂમનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. માસૂમને હૃદયની પણ તકલીફ હોય વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો