માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે, સુરતમાં 3 વર્ષનું બાળક કારમાં લૉક થઈ ગયું, PIએ દુર્ઘટના ટાળી

નાના બાળકોને થોડા (children) સમય માટે પણ છુટ્ટા મૂકવાનુ શું પરિણામ આવી શકે તેનું તાજું અને ચેતવણીરૂપ ઉદાહરણ સુરત શહેરના ઉઘના (Surat) વિસ્તારમાંથી સામે આવ્યું છે. અહીંયા એક માતાપિતાનું 3 વર્ષનું ટેણિયું ( 3 years old Child Locked in car) રમતા રમતા વેગનઆર કારમાં (Wagnor) દરવાજો ખોલીને બેસી ગયું હતું. જોકે, બાળકે દરવાજો બંધ કરી દેતા તે અંદરથી લૉક થઈ ગયું હતું. આ જાણ થતાની સાથે જ માતાપિતાનો (Parents) જીવ તાળવે ચોંટી ગયો હતો. સમગ્ર ઘટનામાં ઉધના પોલીસના પીઆઈ પટેલ (PI Patel) હીરો બનીને ઉભર્યા હતા અને તેમણે કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યું હતું. જોકે, આ રેસ્ક્યૂના અને બાળકના કારમાં ફસાઈ જવાની ઘટના CCTV વીડિયોમાં (Video) કેદ થઈ જતા માતાપિતા માટે ખૂબ મોટો સબક સામે આવ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ઉઘના વિસ્તારમાં સાઇ સમર્પણ સોસાયટી આવેલી છે. અહીંયા એક વેગનઆર કાર પાર્ક કરેલી હતી. દરમિયાન ઉધના વિસ્તારના પીઆઈ એમવી પટેલ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમનું ધ્યાન આ ઘટના પર ગયું હતું. પીઆઈ નીકળ્યા ત્યારે બાળકના પિતા તેેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ સમયે પીઆઈએ બોલેરો રોકાવી અને તેઓ સામેથી આવી ગયા હતા. તેમને જાણ થતાની સાથે જ તેમણે ભીડ કાબૂમાં કરી અને બાળક ડરી ન જાય અથવા તેને નુકશાની ન થાય તેવી રીતે કુનેહતા પૂર્વક વેગનઆરનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તેઓ પોતાની ફરજ પર નીકળ્યા હતા. ઉધનાના પીઆઈની કુનેહતાના કારણે બાળકને કોઈ પણ નુકશાની પહોંચાડ્યા વગર રેસ્ક્યૂ કરાયું હતું

આમ એક પોલીસ ઇન્સ્પેક્ટરની સમય સુચકતાએ મોટી અનહોની થતા બચાવી હતી. જોકે, સમગ્ર ઘટના બાદ નજીકના સીસીટીવી સામે આવ્યા હતા. આ સીસીટીવીમાં બાળક કારમાં કેવી રીતે બંધ થઈ ગયું તે જાણવા મળ્યું હતું. આમ કારની આ ઘટનાએ ભારે કુતૂહલ સર્જ્યુ છે. જો માતાપિતા સહેજ પણ કચાશ રાખે તો આવા કિસ્સામાં આજીવન રોવાનો વારો આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો