માસૂમ બાળકીએ 23 ભૂલકાંઓને શ્રદ્ધાંજલી આપી, જોનાર લોકોની આંખો ભરાઇ આવી

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટનાને સુરત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે, આગની ઘટનાએ 23 પરિવારજનોના લાડકા અને લાડકીઓને છીનવી લીધા હતા અને પરિવારને રડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં બાળકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈન લાગી હતી. દરેક પરિવારજનોનું આખોમાંથી આંશુઓ વહી રહ્યા હતા, જે પણ આ કરુણ દૃશ્યો જોતા હતા તેમની આંખોમાં પણ આંશુ આવી જતા હતા. આ ઉપરાંત આગમાં દાજી ગયેલા અને ઘાયલ થયેલા બાળકોને શહેરના લોકો કોઈને કોઈની મદદરૂપ થઇ રહ્યા છે, કેટલાક લોકો બાળકોને દુખમાંથી રાહત આપતા તેમના ઘરે બાળક સાજુ ન થાય ત્યાં સુધી તેના ઘરે AC ફ્રીમાં લગાડશે, તો કેટલાક લોકો ગાયનું દૂધ ફ્રીમાં અપાશે અને કેટલીક હોસ્પિટલમાં બાળકોની સારવારનો એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં.

સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 23 ભૂલકાંઓના આત્માની શાંતિ માટે ગુજરાત સહિસ સમગ્ર દેશભરના લોકોએ શ્રદ્ધાંજલી આપી હતી. વિદ્યાર્થીઓથી લઇને બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે તીર્થધામ બહુચરાજીના સ્ટેશન ચોકમાં બહુચરાજી ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ એક માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી હતી.

આ પણ વાંચજો:-
" data-medium-file="https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/05/amd_1558847762-1-300x228.jpg" data-large-file="https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/05/amd_1558847762-1.jpg" decoding="async" src="https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/05/amd_1558847762-1.jpg" alt="" width="730" height="554" class="size-full wp-image-11388" srcset="https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/05/amd_1558847762-1.jpg 730w, https://www.patelsamaj.co.in/wp-content/uploads/2019/05/amd_1558847762-1-300x228.jpg 300w" sizes="(max-width: 730px) 100vw, 730px" />

સુરતમાં આગમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સા.પ્ર.ના ટોપર્સે શ્રદ્ધાંજલિ આપી

પાલડીમાં ટાગોર હોલ ખાતે સંસ્કાર કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભેગા મળીને સુરતમાં ટ્યૂશન ક્લાસીસમાં આગ લાગવાથી જીવ ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો