39 કલાકથી 70 ફૂડ ઊંડા બોરવેલમાં 2 વર્ષનો માસૂમ, આખો દેશ કરી રહ્યો છે પ્રાર્થના

જો તમે લિફ્ટમાં હોવ અને થોડી મિનિટો માટે પણ જો લિફ્ટ બંધ થઈ જાય તો… બસ કેવી ગભરામણ થવા લાગે તો વિચારો કે ફક્ત 2 વર્ષના બાળક માટે છેલ્લા 39 કલાક કેવા હશે જ્યારે તે 70 ફૂટ નીચે ઊંડા બોરવેલમાં પડી ગયો છે. તામિલનાડુના તિરુચિલાપલ્લી જિલ્લાના ગામમાં 70 ફૂટ નીચે બોલવેલમાં 2 વર્ષનો બાળક શુક્રવારે સાંજે પડી ગયો છે. હાલ તેના બચાવ માટે NDRF, SDRF સહિત 15 જેટલી પ્રાઈવેટ રેસ્ક્યુ ટીમ પણ કામે લાગી છે.

માસૂમ શુક્રવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ બોરવેલમાં પડ્યો અને 30 ફૂટની ઊંડાઈએ જઈને ફસાઈ ગયો. જોકે રાત્રે તે વધુ નીચે સરક્યો અને 70 ફૂટની ઉંડાઈએ જઈને ફસાઈ ગયો. માસૂમને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસ આ લખાઈ રહ્યું છે ત્યારે પણ શરુ જ છે પરંતુ હજુ સુદી તેમાં કોઈ સફળતા મળી નથી. હવે તંત્ર અને બચાવ દળ આ બોરવેલની સમાંતર એક બીજો ખાડો ખોદી રહ્યું છે. જેના દ્વારા ત્રણ ફાયરમેનને બાળકને બચાવવા જમીનની અંદર ઉતારવામાં આવશે.

સ્થાનિક લોકોનું માનવું છે કે હવે કોઈ ચમત્કાર જ આ બાળકને બચાવી શકે છે. રાજ્યના આરોગ્ય પ્રધાને કહ્યું કે, બોરવેલમાં ઓક્સિજનની જરુરિયા પૂરી કરવામાં આવી રહી છે. જોકે બાળક 70 ફૂટ નીચે પડી જતા અધિકારી તેના રોવાનો અવાજ પણ હવે સાંભળી નથી શકતા. SDRF અને NDRFના કુલ 70 જવાન આ મિશન પર કામે લાગ્યા છે.

પહેલા તો બોરવેલની પાસે જ એક ખાડો ખોદવાનો પ્રયાસ થયો પરંતુ નીચે જમીન પથરાળ હોવાથી કામ અટકાવી દેવું પડ્યું હતું. કેમ કે આટલી નજીક પથ્થરોને તોડવાથી જમીનમાં ધ્રુજારી આવે છે જે બોરવેલમાં આસપાસની માટીને ધકેલી શકે છે. જેના કારણે બાળક વધુ ઉંડે જઈ શકે છે. બચાવ દળે આવી સ્થિતિ માટે બનાવવામાં આવેલ વિશેષ ઉપકરણ બોરવેલ રોબોટનો ઉપયોગ કર્યો જોકે તેનાથી પણ સફળતા ન મળી.

એકથી વધારે અનેક ટીમો એકબીજા સાથે સંકલની કરીને જુદી જુદી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ બે વર્ષના સુજીતને બચાવવા માટે પ્રયાસરત છે. સોશિયલ મીડિયા પર પણ #prayforsurjith હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. હજારો લોકો બાળકના બચાવ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close