માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! અમદાવાદમાં ક્રિકેટ બોલ લેવા ગયેલા 12 વર્ષના બાળકને છાતીમાં મંદિરના દરવાજાનો અણીદાર ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

શહેરના થલતેજ ગામમાં દરેક માતા-પિતામાટે ચેતવણી રૂપ ઘટના બની છે. જેમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલો એક 12 વર્ષનો બાળક બોલ મંદિરની અંદર જતો રહેતા તેને લેવા ગયો હતો. બાળક મંદિરનો ગેટ ટપીને અંદર ગયો હતો, પરંતુ પાછા આવતા સમયે તેનો પગ લપસી જતા દરવાજાનો ભાલો તેની છાતીમાં ઘુસી ગયો હતો. પરિવારજનો તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે સોલા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મંદિરમાં બોલ લેવા ગયેલા માસુમનું મોત
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના થલતેજ ગામમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી તથા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. આ જ મંદિરની સામે રહેતા નાગજીભાઈનો 12 વર્ષનો પુત્ર હર્ષ શનિવારે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન બોલ મંદિરની અંદર જતો રહેતા હર્ષ તેને લેવા ગયો હતો.

મંદિરના દરવાજા પરનો ભાલો છાતીમાં ઘુસી ગયો
જોકે મંદિરના દરવાજા પર લોખંડની ફ્રેમ સાથે તીક્ષ્ણ ભાલા લગાવેલા હતા. આથી દરવાજો ટપીને તે અંદર ગયો અને પાછા આવતા સમયે પગ લપસી જતા ભાલા લગાવેલી જાળીમાં સપડાયો અને તેની છાતીમાં આ ભાલો ઘુસી ગયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી ત્યાં આવ્યા હતા અને ભાલો કાઢી હર્ષને ત્યાંથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો
સોલા પોલીસને આ બનાવ અંગે જાણ કરતા તેમણે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કાળજાના કટકા સમાન લાડકવાયા ભુલકાના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકામ થઈ ગયો છે. એવામાં બાળક બહાર રમવા જાય ત્યારે તમામ વાલીઓ માટે આ શીખ લેવા જેવી બાબત છે કે, તેમના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મણિનગરમાં બાળકી રમતાં સમયે કેનાલમાં પડી
નોંધનીય છે કે, થોડા સમય પહેલા શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા ગોરના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલમાં રમતા દરમિયાન એક 11 વર્ષની બાળકી ગરકાવ થઈ ગઈ હતી. કેનાલ પાસે ત્રણ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન 11 વર્ષની બાળકી દેવીપૂજક રાધા સોમાભાઈ કેનાલમાં પડી ગઈ હતી.

આજથી ૮ વર્ષ પહેલાં ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલા સ્કૂલના લોખંડના દરવાજાને કૂદીને ઝડપથી ઘરે પહોંચવા માટે ધો.૧૧ના વિદ્યાર્થી નાથન ગોમ્સ કૂદી પડયો, ત્યારે લોખંડના ભાલા જેવા સળિયા તેની હથેળીમાંથી આરપાર નીકળી ગયો હતો. તેના કારણે વિદ્યાર્થી દરવાજા પર જ લટકી પડયો હતો. ફાયર બ્રિગેડ સળિયો કાપતા વિદ્યાર્થીને તે જ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. અંતે હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરીને સળિયાને હથેળીમાંથી કાઢવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો