ત્રણ દિવસથી બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત, ખરાબ હાલમાં લાશ કઢાઈ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે બોરવેલમાં ફસાયેલા ત્રણ વર્ષના સુજીતનું મોત થઈ ગયું છે. NDRFની ટીમે સોમવારે મોડી રાતે આ બાળકની લાશને બહાર કાઢી હતી. ઘટના સ્થળે હાજર મહેસૂલ વહીવટીના કમિશનર રાધાકૃષ્ણએ 80 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનના રાત 2.30 વાગ્યે પુરુ થવાની જાહેરાત કરી હતી.

બાળકને સ્મશાન ઘાટે લઈ જવાયો હતો

બોરવેલ પાસે તહેનાત કર્મચારી અને અધિકારીઓએ સોમવાર રાતે 10.30 વાગ્યે દુર્ગંધ આવવાની વાત કહી હતી, ત્યારે મેડિકલ ટીમે પરિસ્થિતી વિગતો મેળવી હતી. બાળકની લાશને પોસ્ટમાર્ટમ માટે મનપ્પરાઈ જીએચ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પોસ્ટમાર્ટમ બાદ મંત્રીઓ અને અધિકારીઓએ સુજીતને શ્રદ્ધાંજલિ આપી હતી. લાશને અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલથી જ ફાતિમા નગર ખાતે આવેલા સ્મશાન ઘાટ લઈ જવાઈ હતી.

સુજીત 88 ફુટની ઊંડાણ પર ફસાયો હતો

સુજીત વિલ્સન શુક્રવાર સાંજે તિરુચિરાપલ્લીમાં નાદુકટ્ટપટ્ટીમાં તેમના ઘર પાસે રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. તે 88 ફુટ ઊંડાણ પર ફસાયેલા હતા. તેને બચાવવા માટે NDRF,SDRF પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને લગાડવામાં આવી હતી. વરસાદ અને પત્થરોના કારણે ખોદાણમાં મુશ્કેલી આવી તો સોમવારે જર્મન ડ્રિલિંગ મશીન લગાવી દીધું હતું, પરંતુ સુજીતને બચાવી શકાયો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો