વડોદરાના રિસોર્ટમાં રાઈડે લીધો બાળકનો જીવ, અમદાવાદનું બાળક પ્રવાસના બદલે દુનિયામાંથી જતું રહ્યું!

શાળામાંથી પ્રવાસ જાય ત્યારે સ્વાભાવિક છે કે બાળકો આંનદ કરવા ગયા હોય. પણ ઘણી વખત વિધીની વક્રતા એવી હોય કે એ આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થતો જોવા મળે. કંઈક એવું જ થયું અમદાવાદના એક બાળક સાથે. કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પાદરાનાં મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ રાઇડમાં બેસીને મજા લેતાં હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યો

તે દરમિયાન જ 13 વર્ષનાં જીમીલ ગોપાલભાઇ કવૈયાએ બસની બહાર માથું કાઢતા થાંભલા સાથે અથડાયું અને ગંભીર ઇજા થઇ. ત્યારપછી તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ મામલે વિદ્યાર્થીનાં પરિવારજનોએ રિસોર્ટનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે પણ મૃતક વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

ધો-8માં અભ્યાસ કરતો હતો બાળક

પ્રાપ્ય માહિતી પ્રમાણે અમદાવાદ કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલ વિદ્યાર્થીઓને પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસમાં લઇ ગયા હતા. રિસોર્ટમાં આવેલા વિદ્યાર્થીઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતો જીમીલ ગોપાલભાઇ કવૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓ રિસોર્ટની રાઇડમાં બેઠા હતા. ગોળ-ગોળ ફરતી રાઇડમાંથી જીમીલે માથું બહાર કાઢતા બસ રાઇડની બાજુમાં ઉભા કરાયેલ પોલમાં તેનું માથું ભટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

રાઈડમાં સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના આરોપ

જે બાદ વિદ્યાર્થીઓને સાથે આવેલા શિક્ષકો તાત્કાલિક જ ગંભીર ઇજા પામેલા જીમીલને ડભાસા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા જુના પાદરા રોડ સ્થિત હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જીમીલ કવૈયાના વડોદરામાં રહેતા કુટુંબી ત્યાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ‘રિસોર્ટમાં રાઇડ્સમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે જીમીલનું મોત થયું છે. રિસોર્ટના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે.’

ગોળ ગોળ જવાબ આપ્યો

વધુમાં મૃત બાળકના કાકાએ જણાવ્યું કે, આ રાઇડ બેટરીવાળી નાની ગાડી છે. અમે તેના સીસીટીવી ફૂટેજ લેવા આવ્યાં પણ રિસોર્ટમાં કોઇ સીસીટીવી પણ ન હતા. જે રાઇડમાં દુર્ઘટના થઇ તે ગાડી વાહનને તોડીને બનાવેલી છે જે અથડાયેલી હાલતમાં જોવી મળી હતી. જ્યારે આ ગાડી અંગે પૂછપરછ કરી ત્યારે તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આ અંગે ડીઈઓને જાણ થતાં તેમણે દિવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળાનાં આચાર્યને ફોન કરીને ખુલાસો માંગ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું કે, પ્રવાસ માટે તેમણે ડીઈઓની મંજૂરી લીઘી ન હતી. જેથી તે સ્કૂલને નોટિસ આપીને વધુ પ્રક્રિયા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો