વડોદરાની SSG હોસ્પિટલમાં 4 વર્ષના બાળકનું ઓપરેશન થયા વગર જ ઓપરેશન થિયેટરમાં મોત થતાં હોબાળો, ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે 4 વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આંખના ઓપરેશન માટે ઓ.ટીમાં લઇ જવાયેલા બાળકનું ઓપરેશન પણ ન થયું અને તેનું મોત નિપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.

આંખના ઓપરેશન માટે ગયા હતા હોસ્પિટલ

મહેમદાવાદના રોદાણા ગામમાં રહેતા મુસ્તાકભાઇ દિવાને જણાવ્યું હતું કે, મારા 4 વર્ષના પુત્ર અરહાનને છેલ્લા થોડા સમયથી આંખમાં તકલીફ થતા તેણ સતત પાણી નિકળતું હતું. જેથી હું અનેમારી પત્ની રીયાના પુત્રની સારવાર માટે મંગળવારે સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતા. હોસ્પિટલના તબીબો દ્વારા પુત્રની આંખનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. આજે સવારે 9-30 વાગ્યાની આસપાસ ડોકટરની આંગળી પકડી મારો પુત્ર ઓપરેશન થિયેટર (ઓ.ટી)માં ગયો હતો. થોડા સમય બાદ ઓપરેશન થિયેટરની બહાર ડોકટરોની ભાગદોડ મચી હતી. જેથી મેં તેમને પુછ્યું કેશું થયું, ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કશું નથી થયું. તે દરમિયાન 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલના એક ડોકટરે આવીને અમને જણાવ્યું કે તમારા બાળકનુ મોત થઇ ગયું છે. આ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઇ અને મારી પત્નીના પણ હોશ ઉડી ગયાં હતા. કારણે કે, બે કલાક પહેલા તો મારો પુત્ર હસ્તો રમતો ચાલીને ઓ.ટીમાં ગયો હતો અને આંખના ઓપરેશનમાં કોઇને જીવ કંઇ રીતે જઇ શકે તે મને સમજાતુ નથી.

પિતાએ ડોક્ટરો પર કર્યો આક્ષેપ

પુત્રના મોતને લઇ પિતાએ જણાવ્યું કે, મારા પુત્ર અરહાનનું હોસ્પિટલના ડોકટરોએ ઓપરેશન કર્યું જ નથી તો તેનુ મોત કંઇ રીતે થયું ? મારા પુત્રનો મૃતદેહ જોયો ત્યારે નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું અને આંખ પર કોઇપણ પ્રકારનું નિશાન ન હતું, તો પછી ઓપરેશન કર્યા વગર મારા પુત્ર મોત કંઇ રીતે થયું ? મૃતક અરહનના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, હોસ્પિટલના એનેસથેસિયાના તબીબે મારા પુત્રને વધુ પડતો ડોઝ આપી દેતા તેનું મોત થયું છે. તબીબની આ ગંભીર બેદરકારી અને નિષ્કાળજી જ મારા પુત્રની મોતનું કારણ હોવાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે.4 વર્ષના માસુમના મોત મામલે પરિવારે હોબાળો મચાવતા આખરે બાળકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવાનુ એ રહે છે કે, માસુમ અરહાનના પરિવારને ન્યાય મળશે કે પછી આ મામલે પણ આતાપીની જેમ ભીનુ સંકેલી લઇ મામલો રફેદફે કરી દેવામાં આવશે.

એનેસ્થેસિયા આપતા વખતે બન્યો બનાવ

આ મામલે સયાજી હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર ડૉ. એચ.એલ. ગુણવીતે જણાવ્યું હતું કે, ‘બાળકનું ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું ન હતું. એનેસ્થેસિયા આપતા સમયે તેનું મોત થયું છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવા માટે ફરિયાદ આપી છે.’ત્યારે બીજી બાજુ રાવપુરા પોલીસે લાશનો કબજો લઇ બાળકના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો