છોટાઉદેપુરના છુછાપુરા નજીક ST બસ અને કાર વચ્ચે અક્સ્માતમાં ચાર લોકોનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કારના દરવાજા તોડી મૃતદેહો કઢાયા
છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.

મૃતકો મધ્યપ્રદેશના
મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા
એસ.ટી. બસ કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. જોકે, બસમાં સવાર મુસાફરોમાં કોઈ જાનહાનિ થઇ નથી. કારમાં ફસાયેલા લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.

મૃતકોનાં નામ
પટેલ દિનેશભાઈ
ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર
રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર
ગ્યારશીલાલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો