‘તું મારી નહીં તો કોઈની નહીં’ : પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલા પ્રેમીએ પણ આપઘાત કરી લીધો

છોટાઉદેપુરના જિલ્લાના નસવાડી ખાતે પૂર્વ પ્રેમિકા (Ex-Girlfriend)ની હત્યા કરીને ભાગેલા પ્રેમી (Lover)એ પણ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. એક સાથે જીવવા અને મરવાના કોલ આપ્યા હોવાથી પ્રેમી યુવક પ્રેમિકાની હત્યા (Murder) કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદમાં તેણે પણ ઝાડ પર દોરડું બાંધીને ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને ઉતારવાની કાર્યવાહી શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગત પ્રમાણે નસવાડીના નવનગરીમાં રહેતી રેખા તડવી ઉ. વર્ષ 21ને થોડા સમય પહેલા રાહુલ ભીલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. જોકે, બંનેના પરિવારને તેમના પ્રેમ સંબંધની જાણ થયા બાદ ઝઘડા થયા હતા. જે બાદમાં બંને રાજીખુશીથી અલગ થઈ ગયા હતા. બે-ત્રણ દિવસ પહેલા રાહુલને માલુમ પડ્યું હતું કે તેની પૂર્વ પ્રેમિકાના બીજે કોઈ જગ્યાએ લગ્ન નકકી કરવામાં આવી રહ્યા છે. આ વાત જાણીને રાહુલ ગુસ્સે ભરાયો હતો.

જન્મ દિવસે જ પૂર્વ પ્રેમિકાની હત્યા કરી નાખી

સોમવારે રેખાનો જન્મ દિવસ હતો. આ સમયે રેખા તેના પિતાના ઘરે હતી. આ દરમિયાન રાહુલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. રેખાના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે ‘તું મારી નહીં તો કોઈની નહીં”ના ભાવ સાથે રાહુલ તીક્ષ્ણ હથિયાર લઈને રેખાની પાછળ દોડ્યો હતો.

રેખા જીવ બચાવવા માટે બાજુમાં રહેતા રાજેન્દ્ર રાજપૂતના ઘરે દોડી ગઈ હતી. આ દરમિયાન રાજેન્દ્રભાઈ રેખાને બચાવવા દોડ્યા હતા પરંતુ રાહુલે કહેલો તીક્ષ્ણ હથિયારનો ઘા રેખાના ગળા પર લાગી ગયો હતો. જે બાદમાં રેખા ત્યાં જ ફસડાઈને પડી ગઈ હતી. બનાવ બાદ 108ની મદદથી રેખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, શરીરમાંથી લોહી વહી જતાં રસ્તામાં જ રેખાનું નિધન થઈ ગયું હતું. રાહુલે ઝાડ સાથે ફાંસો બાંધીને આપઘાત કરી લીધો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો