અમેરિકામાં રહેતાં ભાયલીના છીતુ પટેલનું કોરોનાથી મોત, સમાજમાં શોકની લાગણી ફેલાઈ
કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે.ત્યારે વાઈરસની સૌથી વધુ અસર ઈટલી બાદ હવે અમેરિકામાં પહોચી છે. અમેરિકામાં રહેતા ભારતીય સમાજના ઘણા લોકો કોરોના વાઈરસની ઝપેટમાં પણ આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભાયલીના મુળ વતની અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોનાના પગલે અવસાન થતા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા છે.
31મી માર્ચે મોડી રાતે અવસાન થયું
છીતુભાઈ કાયમ મદદગાર રહેતા હતા. જોકે 10 દિવસ અગાઉ છીતુભાઈ પટેલ અને તેમની પત્નિ મંજુલાબેન પટેલ કોરોનાની મહામારીમાં સપડાયા હતા.બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચના રોજ મોડી રાતે કોરોનાના પગલે અવસાન થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી.તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
વડોદરાના બિઝનેસમેન છીનુંભાઈ પટેલની વાત કરીએ તો, તેઓ અમેરિકાના શિકાગોમાં વર્ષોથી બિઝનેસ કરી રહ્યા છે. તેમની પત્ની મંજુલા પણ કોરોના વાયરસને કારણે શિકાગોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 35 દિવસ અગાઉ વૃદ્ધ દંપતી વડોદરાથી અમેરિકા ગયું હતું. વડોદરાના ભાયલી – વાસણા રોડ પર આ દંપતિનો બંગલો આવેલો છે.
ગામે પોતાના સ્વજનને ગુમાવ્યાં છે
છીતુભાઈ પટેલ ભાયલી ગામના આદર્શ સમાન હતાં. તેઓએ અમેરિકામાં સ્થાઈ થઈને પોતાનો બિઝનેશ શરૂ કરી મોટી નામના મેળવી હતી.જ્યારે તેમના અવસાનના સમાચાર મળતા જ ગ્રામજનો શોકમગ્ન થઈ ગયા છે. – દર્પણ પટેલ, સરપંચ, ભાયલી ગામ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

