ભાજપ નેતાએ મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપતા વિડિયો વાયરલ: ‘મોંઘવારી નડતી હોય તો ખાવા-પીવાનું છોડી દો અને પેટ્રોલ તો…’

ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે કહ્યુ કે જેમને મોંઘવારી સમસ્યા લાગી રહી છે તે ખાવા પીવાનું છોડી દે અને પેટ્રોલ ભરવાનું પણ છોડી દે. દેશમાં આ સમયે કોરોના મહામારી ઉપરાંત વધતી મોંઘવારીને લઈને હાહાકાર મચ્યો છે. પેટ્રોલ અને ડીઝલના દર રોજ વધતા ભાવ અને લોકડાઉનમાં મોંઘા ફળ અને શાકભાજીએ કમર તોડી નાંખી છે. આ દરમિયાન છત્તીસગઢ સરકારમાં ત્રણ વાર મંત્રી રહેલા ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે વધતી મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપ્યું છે. બ્રજમોહન અગ્રવાલે કહ્યુ છે કે જેમને મોંઘવારી સમસ્યા લાગી રહી છે તે ખાવા પીવાનું છોડી દે અને પેટ્રોલ ભરવાનું પણ છોડી દે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોંગ્રેસી ખાવાનું ન ખાય તો મોંઘવારી ઓછી થઈ જશે
એટલું જ નહીં કોંગ્રેસ પર નિશાન સાધવાના ચક્કરમાં વાણીવિલાસ કરતા બ્રિજમોહન અગ્રવાલે કહ્યું કે હવે કોંગ્રેસને વોટ આપનારા અને કોંગ્રેસી એવું કરશે તો મોંઘવારી ઓછી થઈ જશે. બ્રિજમોહનના નિવેદન પર રાજ્ય કોંગ્રેસ પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ ટ્વીટ કરી કહ્યુ જોયુ ભાજપ ધારાસભ્યની બેશર્મી ભરેલી સલાહ. જનતા ખાવા પીવાનું બંધ કરે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ બંધ કરી દે તો મોંઘવારી ઓછી થઈ જશે.

બ્રિજમોહનનું નિવેદન દાઝ્યા પર ડામ દેવા જેવું- કોંગ્રેસ
સુશીલ આનંદ શુક્લાએ કહ્યુ કે બ્રિજમોહન અગ્રવાલનું આ નિવેદન બેશર્મીની પરાકાષ્ઠા છે. તેમની અને કેન્દ્ર સરકારની નફાખોરી વાળી નીતિના કારણે લોકોના ઘરના ચૂલા ઓલવાવાની સ્થિતિ પેદા થઈ છે. મોંઘવારીમાં સતત વધારાના કારણે દેશનો મઘ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન છે. તેમણે કહ્યું કે બ્રિજમોહન જેવા લોકો આ પ્રકારના નિવેદન આપનારા લોકોના દાઝ્યા પર ડામ આપવા જેવું છે.

હકિકતમાં આ પહેલા કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મોહન મરકામે મોદી સરકારના 7 વર્ષ પુરા થવા પર નિશાન સાધ્યુ હતુ. મોહન મરકામે કહ્યુ હતુ કે ગત 7 વર્ષમાં મોંઘવારી બે ગણાથી વધારે થઈ છે, આ એક રાષ્ટ્રીય સંકટ છે. કોરોનાને લીધે લોકોની આવકને અસર પહોંચી છે. આનાથી સમસ્યા વધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો