માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ઓનલાઇન ગેમ “ફ્રી ફાયર”માં મમ્મીના ખાતામાંથી રૂ. 40 હજાર ગુમાવતા 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવી લીધી
છતરપુર: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં એક ઓનલાઇન ગેમમાં કથિત રૂ. 40,000 ગુમાવ્યા બાદ 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી (Student)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુસાઈડ નોટમાં તેણે કહ્યું છે કે, “મમ્મીના ખાતામાંથી 40 હજાર રૂપિયા લીધા અને “ફ્રી ફાયર” રમતમાં આ પૈસા બરબાદ કરી દીધા. વિદ્યાર્થીએ તેની માતાની માફી માંગતા લખ્યું છે કે, તે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે, જ્યારે છોકરાએ આ પગલું ભર્યું ત્યારે તેની માતા અને પિતા ઘરે નહોતા. વિદ્યાર્થીના માતા રાજ્યના આરોગ્ય વિભાગમાં નર્સ છે અને ઘટના સમયે જિલ્લા હોસ્પિટલમાં હતા. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીની માતાના ફોન પર પૈસાની લેવડ -દેવડને લઈને એક મેસેજ આવ્યો, ત્યારબાદ માતાએ તેના દીકરાને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ છોકરાએ પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. પરંતુ, થોડા સમય પછી તેની મોટી બહેન ત્યાં પહોંચી, તેણીને રૂમ અંદરથી બંધ જોવા મળ્યો અને તેના માતા-પિતાને જાણ કરી.
વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવી લીધી
તેમણે કહ્યું કે, જ્યારે રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો, છોકરો પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. આ પછી, તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ તપાસ કરી રહી છે કે, શું તે પોતે ઓનલાઈન ગેમ પર પૈસા ખર્ચી રહ્યો હતો કે અન્ય કોઈ તેને પૈસા માટે ધમકી આપી રહ્યું હતું. અગાઉ, જાન્યુઆરીમાં, મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ધના નગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં “ફ્રી ફાયર” ગેમના વ્યસનને કારણે પિતાએ પુત્ર પાસેથી મોબાઇલ ફોન છીનવી લીધા બાદ 12 વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

