પહેલી એપ્રિલથી આ 8 બેંકોની જૂની ચેકબુક નહીં ચાલે, જાણો કારણ

બેંક ગ્રાહકો (Bank customers) માટે મોટા સમાચાર આવ્યા છે. 1 એપ્રિલથી કુલ 8 બેંકોની જૂની ચેકબુક (cheque book), પાસબુક (Pass Book) અને ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોડ (IFSC) નિષ્ક્રિય થઇ જશે. એટલે કે જૂની ચેકબુકથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન નહીં કરી શકાય. કારણ કે તાજેતરમાં જ આ 8 બેંકોનું અન્ય બેંકોમાં વિલય કરાયો છે. મહત્ત્વનું છે કે, બેન્કોનો વિલય થયો હોવાથી ખાતાધારકોના ખાતા નંબર, IFSC કોડ, MICR કોડમાં બદલાવ થવાને કારણે 1 એપ્રિલથી બેન્કિંગ સેક્ટર જૂના ચેક બંધ કરી દેશે. જેથી આવી બેંકોના ગ્રાહકોએ નજીકની શાખામાં જઈને નવી પાસબુક અને ચેકબુક માટે અરજી કરવી જોઈએ.

કેન્દ્ર સરકારે વધતા NPAના કારણે બેંકોનું વિલય કરવાનો નિર્ણય લીધો હતો. આ બેંકોની યાદીમાં દેના બેંક, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંક અને ઈલાહાબાદ બેંકનો સમાવેશ થાય છે. જોકે, તેમાંથી માત્ર બે બેંકો સિન્ડિકેટ અને કેનરા બેંકના ગ્રાહકોને રાહત મળી છે. આ બેંકોની ચેકબુક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે.

વિલય થયેલી બેંકોનું લિસ્ટ

>> દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક (Vijaya Bank)નો વિલય બેંક ઓફ બરોડા (Bank of Baroda)માં થયો છે. જે 1 એપ્રિલ, 2019થી લાગુ થઇ ગયું છે.

>>ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ( Oriental Bank of Commerce) અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBI)નો વિલય પંજાબ નેશનલ બેંક (PNB)માં થયો છે.

>>સિન્ડિકેટ બેંક (Syndicate Bank)નો વિલય કેનરા બેંક (Canara Bank)માં થયો છે.

>>આંધ્રા બેંક (Andhra Bank) અને કોર્પોરેશન બેંક (Corporation Bank) નો વિલય યુનિયન બેંક ઓફ ઇન્ડિયા(Union Bank of India)માં થયો છે.

>>ઇલાહાબાદ બેંક (Allahabad Bank)નો વિલય ઇન્ડિયન બેંક (Indian Bank)માં થયો છે. આ બધી બેંકો પર વિલય 1 એપ્રિલ 2020થી લાગુ થયો છે.

ચેકબુકનો ઉપયોગ

દરેક બેંક પોતાના ગ્રાહકને સેવિંગ અથવા કરંટ એકાઉન્ટ ખોલાવતી વખતે ચેકબુક આપે છે. જેનાથી ગ્રાહકો લેવડદેવડ કરી શકે છે. ચેક પર IFSC, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેક્ગ્નાઈઝેશન કોડ(MICR) જેબી માહિતી આપેલી હોય છે. આજના સમયે મોટાભાગના દરેક કામ આ કોડ દ્વારા થાય છે. ઉલ્લેખનીય છે કે, જૂની ચેકબુકમાં જુના IFSC અને MICR કોડ છે, જે હવે બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે, અરજી કર્યાના 10 દિવસ બાદ નવી ચેકબુક મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો