રિક્ષા ચાલકની ઇમાનદારી તો જુઓ: 20 લાખ રૂપિયાના ઘરેણા ભરેલો થેલો મુસાફરને પરત કર્યો

તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલા Chromepetના નિવાસી બિઝનેસમેન બુધવારે સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ 20 લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ભરેલો એક થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જોકે, તેમને કલાકોમાં જ આ ઘરેણા પરત મળી ગયા હતા. સરવના કુમાર નામના રિક્ષા ચાલકની ઇમાનદારીને કારણે વ્યક્તિને તેમના ઘરેણા પરત મળી ગયા હતા. પોલીસે આ રિક્ષાવાળાનું સન્માન કર્યું હતું. ઘરેણા ગુમ થયા બાદ પરિવારે પોલીસ ફરિયાદ આપી હતી. જોકે, પોલીસ રિક્ષાવાળાને ત્યાં પહોંચી તે પહેલા રિક્ષાવાળો ઘરેણાનો થેલો લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને માલિકને તે પરત આપ્યો હતો. રિક્ષાવાળાની ઇમાનદારી જોઈને પરિવારના લોકોનો આંખો છલકાઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે Chromepet ખાતે લગ્ન સમારંભમાં હાજર આપ્યા બાદ બિઝનેસમેન પૌલ બ્રાઇટ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેની પાસે એક થેલામાં સોનાના ઘરેણા હતા. મુસાફરી દરમિયાન તેઓ સતત ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તેઓ પોતાના ઘરે ઉતરી ગયા હતા, જે બાદમાં સરવના કુમાર ભાડું લઈને ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય પછી રિક્ષા ચાલકે જોયું તો પાછળની સીટ પર એક થેલો પડ્યો હતો. રિક્ષા ચાલક વિચારમાં પડી ગયો કે આ થેલો પરત કેવી રીતે આપવો. કારણ કે તેની પાસે પૌલનો નંબર ન હતો.

આ દરમિયાન સોનાના ઘરેણા ભરેલી બેગ ન મળતી હોવાથી પૌલ અને તેમના પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા. કારણ કે તેમણે તેમની દીકરીને સાસરે વળાવવાની હતી. આથી તેમણે તાત્કાલિક આ મામલે Chromepet પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જોકે, તેમને રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હતો.

પોલીસે ફરિયાદ દાખલ કરીને બિઝનેસમેન જે જે રસ્તેથી રિક્ષામાં નીકળ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું પોલીસે શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે આ વાહન સરવના કુમારની બહેનના નામે નોંધાયેલું છે. જોકે, પોલીસ ટીમ સાથે સરવના કુમાર પાસે પહોંચે તે પહેલા જ રિક્ષા ચાલક સોના ભરેલી બેગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ડ્રાઇવરે સોનાની બેગ પૌલને પરત આપી હતી. રિક્ષા ચાલકની ઇમાનદારી અને પોતાના ઘરેણા પરત મેળવીને પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા.

પોલીસે આ રિક્ષા ડ્રાઇવરનું ફૂલનો ગુલદસ્તો આપીને સન્માન કર્યું હતું. આ ક્ષણે રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું હતું કે, “રિક્ષામાં સોનાના ઘરેણા ભરેલી બેગ જોઈને હું ડરી ગયો હતો. હું જાણું છું કે હું મરીશ ત્યાં સુધી મારી પ્રમાણિકતા મારી મદદ કરશે. મેં ક્યારેય મારી મુસાફર પાસેથી વધારાનો ચાર્જ પણ નથી લીધો તો આ બેગ કેવી રીતે રાખી શકું?” આ ક્ષણે પોલીસે જણાવ્યું હતું કે, આજકાલ આવા પ્રામાણિક માણસો મળવા મુશ્કેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો