સુરતમાં કેમિકલના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી કર્યો આપઘાત

બમરોલી ખાડી પુલ નજીક રોડ ઉપર કેમિકલના વેપારીએ દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરનાર કેમિકલના વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મલી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી આપઘાત કરી લીધો

મળતી માહિતી પ્રમાણે, ઉધના અંબર કોલોનીમાં વિજય દેવેન્દ્રભાઈ મિસ્ત્રી(ઉ.વ.33) એક દીકરી, પત્ની, ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો અને કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. દરમિયાન રાત્રે 11 વાગ્યા થી લઈ સવારે 10 વાગ્યા દરમિયાન બમરોલી ખાડી પુલ નજીક રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેથી પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

હું વિજય દેવેન્દ્ર મિસ્ત્રી મારી મરજીથી આત્મહત્યા કરું છું. આમાં મારા પરિવારજનોનો કોઈ હાથ કે કોઈ પણ પ્રકારનો દબાવ નથી. મને મારી લાઈફમાં ખૂબ જ બેચેની જેવું લાગે છે. મારા પછી મારા પરિવાર પર કોઈ પણ દબાવ કે પોલીસ તરફથી કોઈ પણ પૂછતાછ કરવી નહીં મહેરબાની કરશો. મારી લાઈફમાં શેઠ જોડે ધંધો કર્યો જેમાં એક પાર્ટી અમારા પૈસા ખાઈ ગઈ હતી. જે પૈસા એ પાર્ટી પાસેથી અમે લાવ્યા ન હતા અને આ પાર્ટીના રૂપિયા મારી ઉપર નાખવામાં આવ્યા હતા. 6 લાખ જેવું હતું જે શેઠ કહે તે મારે ચૂકવવાના રહેશે. હું ચૂકવવાનાનું ના પાડ્યું તે યે મેં કીધું ધંધામાં નુકસાન થાય તો થઈ જશે પરંતુ હું કામ કરતો અને મને મારા ઘર ચલાવવા પૈસા આપવાની ના પાડી દીધી. હું મારું ઘર કેવી રીતે ચલાવું. હું 22 મહિના સુધી વગર ઉપાડ અને વગર પૈસા લીધે શેઠ જોડે કામ કરતો પરંતુ મને મારું ઘર ચલાવવા માટે રૂપિયા જોઈએ અટલે ધંધામાંથી મે 6 લાખ રૂપિયા વાપર્યા છે. જે પાર્ટીના રૂપિયા લીધા તેની વિગત આપી છે. આ પાર્ટીઓની સામે મારા ધંધાના ભાગના રૂપિયા કાપવા. મારી પાસે આવક હતી પણ એ આવક બધી શેઠ જમા કરી લેતા તો હું બીજાને રૂપિયા કેવી રીતે ચૂકવું માટે કરવું પડ્યું. રમેશ શોપ મારા 1 લાખ રૂપિયા બધા જે મે ધંધામાંથી શેઠને આપી દીધા. મને રૂપિયા મળે નહીં તો હું પૈસા લોકોના ચૂકવવાનો શેમાંથી. જેના કારણે મારે રૂપિયા ધંધામાંથી કાઢવા પડ્યા. 6 લાખ રૂપિયા વાપર્યા જેનો હિસાબ આપેલ છે. મને આ રૂપિયાના કારણે મારા જીવનમાં દબાણ બહું લાગ્યું અને વારંવાર ન થાય અટલે આ કદમ મે ઉઠાવ્યું છે. મારા મા-બાપ સોનાના છે. મારો પરિવાર મારા માટે બધું કરે અને હું આવું કરું તો મારા પરિવાર સામે મારાથી ના જોવાય. મારા પૈસા જે લોકો ખાઈ ગયા છે તે મહેરબાની કરીને મારી દીકરી માટે લઈ આપજો એટલી મારી વિનંતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો