અનાજ કૌભાંડ: સરકારી અનાજના ગોડાઉનમાં ગાંધીનગરની સ્ક્વોર્ડનું ચેકિંગ થતા સ્ટોક કરતાં વધુ 4 હજાર કિલો ઘઉં-ચોખા મળ્યા

ભરૂચના તાલુકા પંચાયત કચેરીની પાછળ આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં રહેલા સરકારી સસ્તા અનાજના જથ્થામાંથી ગુણ દીઠ ઓછું અનાજ ભરીને કટકી ખાઈ બારોબાર વેચવાના કૌભાંડનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. પુરવઠા અધિકારીએ સમગ્ર રિપોર્ટ ગાંધીનગર પુરવઠા વિભાગને મોકલી આપતા શુક્રવારે સવારે 3 મદદનીશ નિયામકોની ટીમ ભરૂચ દોડી આવી હતી. ટીમે અનાજના જથ્થાના સ્ટોકની ગણતરી કરી રેકોર્ડની તપાસ કરતા ઘઉંની 57 અને ચોખાની 21 ગુણો સ્ટોક કરતા વધારે મળી આવી હતી. એક ગુણમાં અંદાજે 50 કિલો વજન પ્રમાણે 4 હજાર કિલો અનાજ સ્ટોક કરતા વધુ મળી આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જિલ્લાના 2.91 લાખ રેશનકાર્ડ ધારકો પૈકી કેટલાય લોકો આ ઘટના ભોગ બન્યા

ભરૂચ શહેરમાં આવેલા સરકારી નિગમના ગોડાઉનમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અનાજના જથ્થાની સપ્લાય થાય છે. આ ગુણોને ખોલીને તેમાં 50કિલો 580 ગ્રામ વજન સાથે રીપેકિંગ કરી તેને સીલ કરીને તાલુકાના સસ્તા અનાજવાળાની દુકાનો પર મોકલી અપાય છે. પરંતુ કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી એક ગુણમાં 50 કિલો 580 ગ્રામ વજનના સ્થાને 50 કિલો 100 ગ્રામ વજન રાખી 300થી 350 ગ્રામની કટકી કરવામાં આવતી હતી. આ જથ્થો દુકાનદારો પાસે જતાં ઓછા અનાજની બૂમ ઉઠી હતી. જિલ્લાના 2.91 લાખ રેશનકાર્ડ ધારકો પૈકી કેટલાય લોકો આ ઘટના ભોગ બન્યા હતાં. ગોડાઉનમાંથી કટકી કરેલા અનાજને બરોબાર વેચી કાળાબજારીનું કૌભાંડ ચાલતું હતું.

ઘઉંની 57 અને ચોખાની 21 ગુણો વધુ મળી આવતાં અંદાજે 4 હજાર કિલો જથ્થો વધુ મળી આવ્યો

કૌભાંડની જાણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને થતાં ગુરૂવારે તેમણે ગોડાઉન પર જાત તપાસ કરીને જોતા ગુણોમાં અનાજ ઓછું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેમણે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ તપાસ કરીને તમામ રિપોર્ટ ગાંધીનગર પુરવઠા અધિકારીને મોકલી આપ્યો હતો. અનાજ કૌભાંડના પગલે શુક્રવારે સવારે ગાંધીનગર પુરવઠા વિભાગના ત્રણ મદદનીશ નિયામકોની ટીમ ભરૂચ દોડી આવી સ્ટોક અને રેકર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ગણતરીમાં ઘઉંની 57 અને ચોખાની 21 ગુણો વધુ મળી આવતાં અંદાજે 4 હજાર કિલો જથ્થો વધુ મળી આવ્યો છે. આ કૌભાંડ કોના ઇશારે ચાલતું હતું અને કોને કેટલી કટકી મળતી હતી તે હજુય કોયડો છે.

ભરૂચના જિલ્લામાં આવેલા તમામ ગોડાઉનની તપાસ થવી જોઈએ

આજે ગાંધીનગરના ત્રણ મદદનીશ નિયમકોએ સરકારી નિગમના 7 ગોડાઉનમાં રાખવામાં આવેલા સ્ટોકની ગણતરી,વજન અને રેકર્ડની તપાસ હાથ ધરી હતી.જેમાં જાણવા મળ્યું છે કે, તેમને 7 ગોડાઉનોમાં મુકેલો સ્ટોકની ગણતરી કરતા સ્ટોકની અંદાજિત 13 હજાર બેગોમાંથી 57 ઘઉં અને 21 ચોખાની ગુણો મળીને કુલ 78 ગુણોનો સ્ટોક એટલે અંદાજીત 4 હજાર કિલો સ્ટોક વધારે મળી આવ્યો હતો.જો માત્ર ભરૂચના ગોડાઉનમાં આવી ગેરરીતિ થતી હોય તો જિલ્લામાં આવેલા 8 ગોડાઉનની પણ તપાસ કરવી જોઈએ. -દુષ્યંત પટેલ,ધારાસભ્ય,ભરૂચ

ભરૂચ જિલ્લામાં પુરવઠા નિગમના કુલ 8 સરકારી ગોડાઉન આવેલા છે

ભરૂચ જિલ્લામાં સરકારી પુરવઠા નિગમના કુલ 8 ગોડાઉન આવેલા છે.જેમાં અંકલેશ્વર,હંસોટ,વાલિયા, ઝઘડિયા, ભરૂચ,જંબુસર,આમોદ અને વાગરાનો સમાવેશ થાય છે. આ તમામ ગોડાઉન પર માલ સ્ટોક કરીને નિયમ પ્રમાણે 50 કિલો 580 ગ્રામની ગુણ બનાવીને તેમના વિસ્તારમાં આવતા સસ્તા અનાજના સંચાલકોને પહોંચાડવાની જવાબદારી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો