રાજ્યમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય: મા વિનાના દીકરાના 38 વર્ષે માંડ લગ્ન થયાને 7 દિવસમાં જ સ્વરૂપવાન યુવતી બધું લઈ અદૃશ્ય થઈ ગઈ

રાજ્યમાં લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે, જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. એમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને બધું બોગસ હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથફેરો કરીને જતી રહે છે. આવા જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સ્વજન ફરાર થઈ ગયાં છે. એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હતા.

યોગ્ય જીવનસાથી શોધતા યુવકનાં અરમાનો તૂટ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના મોત બાદ અલ્પેશભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા, એવા સમયે તેમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો, જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી.

લગ્ન સમયે દુલ્હનના પરિવારે 3 લાખ લીધા
સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે સોનલના કહેવાતાં સગાંએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. એ રૂપિયા થોડા થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હતા, જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી.

નૈવેદ્યના બહાને પિયર ગયેલી યુવતી પાછી જ ન આવી
માસી સાથે પિયર ગયેલી સોનલ પાછી આવતી નહોતી અને અનેક વખત વાયદા કરાતા હતા. જેથી અલ્પેશભાઈ સોનલને શોધવા અમદાવાદ આવ્યા તો તેના ઘરે તાળું હતું. એટલું જ નહીં, થોડા દિવસ બાદ અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યા અને કહ્યું, મારા સોનલ સાથે લગ્ન થયા હતા અને તમારી પાસેથી ગયા બાદ પણ સોનલના લગ્ન બીજે થયા હતા. આમ, લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો, પણ હજી કોઈ આરોપી મળી આવ્યા નથી. હાલ આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો