અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાતા ફૂટપાથ પર બેસેલા શખ્સનો થયો ચમત્કારિક બચાવ, CCTVમાં ઘટનાક્રમ કેદ થયો

ગુરૂવારે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન બોર્ડ નજીક ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠો હતો. કાર ડિવાઈડરને અથડાઈને ઉછળીને તેની નજીકથી નીકળી ગઈ હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરતા અકસ્માતના બનાવમાં જિંદગી અને મોત વચ્ચે માત્ર એક સેકન્ડનું જ અંતર રહી ગયું હતું. આ સમર્ગ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

સાઈન બોર્ડ તૂટ્યા

એસજી હાઈવે પર ડિવાઈડરને અથડાઈને કાર પલટી ગઈ હતી. ત્યારબાદ કારનો ચાલક અને અન્ય એક વ્યક્તિ કારમાંથી નીકળીને ફરાર થઈ ગયો હતો. કારનો અકસ્માત થતાં તેનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને કાચ ફૂટી ગયા હતા. જ્યારે સાઈન બોર્ડના થાંભલા પણ તૂટી ગયા હતા. કાર ડિવાઈડર પર ચડી જતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કારમાંથી ભાજપના ખેસ જોવા મળ્યા હતા.

સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો

એસજી હાઈવે પર ઈસ્કોન તરફથી ગાંધીનગર તરફનો એસજી હાઈવે પર ટ્રાફિક જતો દેખાય છે. ત્યારે એક કાર અચાનક આગળથી વળવા લાગે છે અને સરકતી સરકતી રોડની સાઈડમાં જાય છે. કાર અચાનક જ ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ફંગોળાવવા લાગે છે. કાર ફંગોળાય છે ત્યારે સીસીટીવીમાં સમય 15-48-48 હોય છે. ફંગોળાતી કાર હવામાં હોય છે ત્યારે સમય 15-48-48 હોય છે અને તે વખતે જ નીચે ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠેલો દેખાય છે. ફંગોળાયેલી કાર 15-48-49 કલાકે નીચે રોડ પર પાછળનો ભાગ પડે છે. ત્યારબાદ કાર રોડ પર ઘસડાય છે ત્યારે સમય 15-48-50 હોય છે ત્યારે એક સાયકલ સવાર આગળ જતો દેખાય છે તેનો પણ ચમત્કારિક બચાવ થાય છે. કાર 15-48-52 કલાકે કાર ફૂટપાથ પર આડી પડેલી દેખાય છે. આડી પડેલી કારમાં 10 સેકન્ડ બાદ કારનો દરવાજો ખોલીને 15-49-02 એકબાદ એક શખ્સ બહાર નીકળવા પ્રયાસ કરે છે અને લોકોના ટોળા બચાવ માટે દોડી આવે છે. આ બનવા છતાં ફૂટપાથ પર બેસેલો વ્યક્તિ ત્યાં જ બેસી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો