રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ચાર્જ નક્કી કર્યા, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની સુવિધાના રેટ
મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તોતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે HDU(હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ICUની સુવિધા વિનાના રેટ
| હોસ્પિટલ સેવા | બેડ દીઠ પ્રતિદિન ચાર્જ |
| વોર્ડ | 5700 |
| HDU | 8075 |
ICUની સુવિધા સાથેના રેટ
| હોસ્પિટલ સેવા | બેડ દીઠ પ્રતિદિન ચાર્જ |
| વોર્ડ | 6000 |
| HDU | 8500 |
| આઈસોલેશન+ICU | 14,500 |
| વેન્ટીલેટર+આઈસોલેશન+ICU | 19000 |
આ ચાર્જમાં અન્ય કઈ કઈ સુવિધા સામેલ છે
- બે ટાઈમનું ભોજન અને સવારનો નાસ્તો
- સાંજની ચા અને નાસ્તો, PPE કીટની કિંમત
- N-95 માસ્ક અને રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જ
- ચાર્જમાં શું શું સામેલ નથી
- ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ તથા ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ
- સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલી એન્ટિ બાયોટિક્સનો ખર્ચ
- સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી ચાર્જ
- ડાયાલિસિસ રેટ્સ (ડાયાલિસિસ રેટ 1500 અને 3500 ICUના ડાયાલિસિસ માટે)
ઠરાવની જોગવાઈ કોને લાગુ નહીં પડે
આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન/ જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારી/ જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા MoU કરી સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો લાગુ પડશે નહીં.
‘મા’ અને ‘મા વાત્સલ્ય’ કાર્ડ હશે તો શું
રાજ્યની લોકપ્રિય ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ(યોજના માટે નક્કી થયેલી હોસ્પિટલ) કરવામાં આવી છે તેવી હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલી કિંમતે નહીં, પરંતુ યોજના અનુસાર નક્કી થયેલી કિંમત લાગુ પડશે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગરમાં પહેલેથી જ દર નક્કી છે
હેલ્થ સેકરેટરી ડૉ. જયંતિ રવી એ જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે અત્યાર સુધી રેટની અપર કેપ નક્કી નહોંતી તેમજ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો વિકલ્પ મળે તે માટે નિર્ણય કરાયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને સુરત શહેરમાં પહેલેથી અપર કેપ રેટ નિયત કરેલા છે. હવે આ રેટ અન્ય જિલ્લાઓને પણ લાગુ પડશે.
નવા ચાર્જનો કોણ અમલ કરાવશે
આ ઠરાવનો ચુસ્ત અને અચૂક અમલ થાય તે માટે સંબંધિત જિલ્લા/ કોર્પોરેશનના કલેક્ટર / જિલ્લા વિકાસ અધિકારી / મ્યુનિસિપલ કમિશનર / મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ કરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

