જો પીયુસી સેન્ટર વાળા વધારે પૈસા માંગે તો અહીં ઓનલાઇન કરો ફરિયાદ

રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદ PUC કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળે છે. અમુક કેન્દ્રો રાત્રે પણ પોતાની સેવા આપી રહ્યા છે. બીજી તરફ એવી પણ ફરિયાદો ઉઠવા પામી છે કે PUC કેન્દ્રો પર વાહનચાહલો પાસેથી નિયત કરતા વધારે રકમ લેવામાં આવી રહી છે. PUC કેન્દ્ર ધારકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. આ અંગે ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નર તરફથી તા. 13મી સપ્ટેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રની સાથે સાથે કયા વાહન માટે PUCનો કેટલો ચાર્જ લાગે છે તેની વિગતો પણ આપવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ નિયત ચાર્જથી વધારે રકમ વસૂલ કરશે તો PUC કેન્દ્રની માન્યતા રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે.

કયા વાહન માટે PUCની કેટલી રકમ ચુકવવી પડશે?

મોપેડ – રૂ.10
ટુ વ્હીલર (મોપેડ સિવાય)- રૂ. 20

થ્રી વ્હીલર (એલપીજી/પેટ્રોલ) રૂ. 25
થ્રી વ્હીલર (ડીઝલ) – રૂ. 25

એલ.એમ.વી – રૂ. 50
મીડિયમ અને હેવી વાહનો- રૂ. 60

નિયત કરતા વધારે ચાર્જ લેતા કેન્દ્રો સામે ફરિયાદ ક્યાં કરશો?

વાહન વ્યવહાર કમિશનરની કચેરીના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર ચાર્જ વસૂલ કરનાર પીયુસી સેન્ટર વિરૂધ્ધ કોઇપણ વ્યકિત સંબંધિત આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર કચેરીને ફરીયાદ કરી શકશે. હાલ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ ટ્વિટર હેન્ડલ પર સક્રિય છે. તમે આ અંગે જે તે આરટીઓ કચેરીને ટેગ કરીને ટ્વિટર પર પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત દરેક આરટીઓ કચેરીને એક ઈ-મેઇલ આઈડી પણ ફાળવવામાં આવ્યું છે, તેના પર પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો. ગુજરાત વાહનવ્યવહાર કમિશ્નરનું ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ @cotguj છે. તમે તેને પણ ટેગ કરી શકો છો. વધારે માહિતી માટે તમે https://cot.gujarat.gov.inની પણ મુલાકાત લઈ શકો છો.

રાજ્યની તમામ આરટીઓ કચેરીના ટ્વિટર હેન્ડલ તેમજ ઇ-મેઇલ આઈડીની વિગત :

નામટ્વિટરઇ-મેઇલ
AhmedabadRTO AHMEDABADrto-trans-ahd@gujarat.gov.in
Mehsana RTO MEHSANArto-trans-meh@gujarat.gov.in
RajkotRTO RAJKOTrto-trans-raj@gujarat.gov.in
BhavnagarRTO BHAVNAGARrto-trans-bhv@gujarat.gov.in
SuratRTO SURATrto-trans-sur@gujarat.gov.in
VadodaraRTO VADODARArto-trans-vad@gujarat.gov.in
NadiadRTO NADIADrto-trans-khe@gujarat.gov.in
BanaskathaRTO PALANPURrto-trans-pln@gujarat.gov.in
HimmatnagarRTO HIMMATNAGARrto-trans-hmt@gujarat.gov.in
JamnagarRTO JAMNAGARIrto-trans-jmn@gujarat.gov.in
JunagadhRTO JUNAGADHrto-trans-jun@gujarat.gov.in
BhujRTO BHUJrto-trans-bhj@gujarat.gov.in
SurendranagarARTO SURENDRANAGARarto-trans-srn@gujarat.gov.in
AmreliARTO AMRELIarto-trans-amr@gujarat.gov.in
Valsad RTO VALSADrto-trans-val@gujarat.gov.in
BharuchARTO BHARUCHarto-trans-brc@gujarat.gov.in
GodhraRTO GODHRArto-trans-gdr@gujarat.gov.in
GandhinagarARTO GANDHINAGARarto-trans-gnr@gujarat.gov.in
BardoliARTO BARDOLIarto-trans-brd@gujarat.gov.in
DahodARTO DAHODarto-trans-dhd@gujarat.gov.in
Navsari ARTO NAVSARIarto-trans-nvs@gujarat.gov.in
RajpiplaARTO RAJPIPLAarto-trans-rip @quiarat.gov.in
AnandARTO ANANDarto-trans-and@gujarat.gov.in
PatanARTO PATANarto-trans-ptn@gujarat.gov.in
PorbandarARTO PORBANDARarto-trans-por@gujarat.gov.in
VyaraARTO VYARAarto-trans-vyr@gujarat.gov.in
AhmedabadARTO AHMEDABAD EASTartoe-trans-ahd@gujarat.gov.in
AahwaARTO DANGarto-trans-dng@gujarat.gov.in
ArvalliARTO ARVALLIarto-trans-arv@gujarat.gov.in
Gir Somnath ARTO GIR SOMNATHarto-trans-grs@gujarat.gov.in
BotadARTO BOTADarto-trans-btd@gujarat.gov.in
Chhota UdepurARTO CHHOTA UDEPURarto-trans-chu@gujarat.gov.in
MahisagarARTO MAHISAGARarto-trans-mhs@gujarat.gov.in
MorbiARTO MORBIarto-trans-mrb@gujarat.gov.in
Devbhumi DwarkaARTO DEVBHUMI DWARKAarto-trans-dbd@gujarat.gov.in
Ahmedabad Rural ARTO BAVLAartor-trans-ahd@gujarat.gov.in

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો