મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળેશે.

`મા’ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે. `મા’ યોજના અને પીએમજેએવાય હેઠળ એનેક્ષર-1માં દર્શાવેલી 195 પ્રોસિઝરને હાલમાં સરકાર અનામત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો તાત્કાલિક અમલ કરવાનો નિર્ણય તા. 19/8ના લેવાયો હોવાનો પરિપત્ર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.)ના અધિક નિયામક દ્વારા બહાર પડાયો છે.

તેમાં વધુમાં જણાવાયું છે કે, આ સારવાર માટે સોફ્ટવેરમાં જે લાભાર્થીઓની નોંધણી થઇ ગઇ હોય તેમના દાવા માન્ય રાખવાના રહેશે. ખાનગી હોસ્પિટલો દ્વારા સરકારી સેવામાં આવતા રોગમાં પણ ખોટા બિલ કે વધારાના બિલનો બોજ સરકારને પડે નહીં અને સરકારી પૈસૈ સારવાર લેનાર દર્દીને સરકારી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર મળે તેવો નિર્ણય સરકાર દ્વારા થયો છે.

જનરલ સર્જરી હેઠળની 92 સારવાર મા કાર્ડ અને પી.એમ.જે.એ.વાય હેઠળ જનરલ સર્જરીમાં આવતા 92 રોગને દાખલ કરવામાં આવ્યા છે. ભગંદર, ગેસ્ટ્રોસ્ટોમી, લીવરમાં ગાંઠ, કોલેસ્ટોમી(મસા),પેટમાં ચાંદા થવાથી રક્તસ્ત્રાવ થવાનું ઓપરેશન, એપેન્ડિક્સ, નાનું આતરડું વધવું, મોટા આંતરડાનો સોજો, ફોરેન બોડી રિમુવલ(શરીરમાં કંઇક ફસાઇ ગયું હોય તે કાઢવું પડે તેવું), હરણીયા,આંતરડા ચોટી જવા,તાળવા-હોઠ ખોડખાંપણ, અન્ન નળીનો વિકાસ ન થયો હોય, તાળવાની સર્જરી, ચામડી ચડાવવી તેવી 92 જેટલી સારવારને સરકારે રિઝર્વ કરતા તેની ખાનગી હોસ્પિટલમાં મા કાર્ડ કે પી.એમ.જે.એ.વાય હેઠળ સારવાર લઇ શકાશે નહીં.

ઇએનટીના 9 રોગની સારવાર કાકડા, ગળાની ગાંઠ,ખોપડીની સર્જરી સહિતના નવ રોગની સર્જરીને સરકારે મા કાર્ડ અને પીએમજેએવાય યોજના હેઠળ રિઝર્વ કર્યા છે. ગાયનેકમાં ગર્ભાશયમાં ગાંઠ, એકલેમ્પસીયા રોગમાં હાઇરીસ્ક ડિલિવરી.

સરકારીમાં જ આરોગ્ય સેવા મળવી જોઇએ

રાજ્ય સરકાર પાસે સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા છે, હજારો ડોકટર છે અને આરોગ્ય સેવા સારી રીતે આપવામાં આવતી હોવાથી સરકારમાં જ સારવાર મળે તે યોગ્ય છે. > નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી

195 ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં નહીં થાય

સરકાર દ્વારા 195 ઓપરેશનને મા-કાર્ડ અને પીએમજેવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ 195 સર્જરી મા-કાર્ડ કે પીએમજેવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવતા હવે ખાનગી હોસ્પિટલ કે જે મા-કાર્ડ કે પીએમજેવાય યોજના હેઠળ સરકાર સાથે જોડાયેલી છે,તેમાં પણ સારવાર મળી શકે નહીં. > ર્ડા.એચ.કે.ભાવસાર, અધિક નિયામક(તબીબી સેવાઓ)

ઓર્થોપેડીકની 13 સર્જરી,પ્લાસ્ટીકની ચાર સર્જરી

હાડકામાં કેન્સરની ગાંઠ, હાડકામાં કેન્સરની ગાંઠ, જોઇ્ન્ટ રીપ્લેસમેન્ટ, શોલ્ડર આર્થોસ્કોપી,ની- આર્થોસ્કોપી, રીસ્ટ આર્થોસ્કોપી, ઘૂટી આર્થોસ્કોપીની સર્જરીને મા-કાર્ડ અને પીએમજેએવાય યોજના હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પ્લાસ્ટીક સર્જરીમાં કાન બનાવવા, જન્મજાત ખોડખાંપણ સાથે જન્મતા બાળકની પ્લાસ્ટીક સર્જરી સહિત પ્લાસ્ટીક સર્જરીના ચાર ઓપરેશનને સરકારી આરોગ્ય સેવાની યોજનામાં દાખલ કરવામાં આવ્યા છે.

ઓપ્થોલમોલોજીમાં 42 સર્જરી, થોરોસીક સર્જરી,નેફ્રોલોજી સર્જરીને સમાવાઇ

ઓપ્થોલમોલોજીમાં 42,ગ્લુકોમા સર્જરી,થોરોસીક સર્જરી, નેફ્રોલોજી સર્જરીને સરકારી યોજનામાં સમવાઇ છે. જેમાં મોતિયો,આંખમાં અકસ્માતને કારણે ઇજા, જન્મજાત મોતિયો,આંખની પાંપણમાં ગાંઠ, પાપણ ફાટી જવી, ત્રાસી આંખોને સીધી કરવાનું ઓપરેશન,આંખના સ્નાયું ખેંચાવવાનું ઓપરેશન જેવા ઓપરેશનને પણ સરકારી યોજનામાં સમાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો