લાઇસન્સ કઢાવા માટે હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં પડે, અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં લાઇસન્સ કઢાવી શકશે

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી જુદા જુદા શૈક્ષણિક પુરાવાઓ આપવા પડતા હતા. ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે અત્યાર સુધી 8 ધોરણ પાસ ફરજિયાત હોવાનો નિયમ અમલી હતો એવી જ રીતે જુદા જુદા પ્રકારના લાઇસન્સ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરાયેલું હતું પરંતુ દેશમાં રોજગારીની તકો વધારવા અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પડેલી લાખો ડ્રાઈવરોની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે હવે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવાનો નિયમ રદ કર્યો છે.

હવે અભણ વ્યક્તિ પણ રિક્ષા, બસ, ટ્રક, ટ્રેલર જેવા હેવી અને ટ્રાન્સપોર્ટ વાહનો માટેના ડ્રાઈવિંગ લાઇસન્સ સરળતાથી કઢાવી શકશે. રાજકોટ સહિત રાજ્યની તમામ આરટીઓમાં પણ આ નિયમ લાગુ કરી દેવાયો છે અને લાઇસન્સ માટેની સારથી વેબસાઈટમાં પણ હવે નવા નિયમ મુજબ અરજદારે કોઈપણ શૈક્ષણિક લાયકાતના પુરાવા આપ્યા વિના લાઇસન્સ કઢાવી શકશે. શૈક્ષણિક લાયકાત નાબૂદ કરવાનો હેતુ ડ્રાઈવરોની સંખ્યા વધારવાનો છે. હાલ દેશમાં હેવી ડ્રાઈવરની ભારે અછત પ્રવર્તે છે.

પહેલાઃ શૈક્ષણિક લાયકાતના પુરાવા આપવા પડતા 

રિક્ષા, બસ, ટ્રક, ટ્રેલર, આયસર, ટેક્સી જેવા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેનું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે કોઈપણ અરજદાર ધોરણ-8 સુધી અભ્યાસ કરેલો હોવો ફરજિયાત હતું. તેણે નિયત કરેલી શૈક્ષણિક લાયકાતના પુરાવા તરીકે સર્ટિફિકેટ પણ આપવું પડતું હતું તેના આધારે લાઇસન્સ નીકળતું હતું.

હવેઃ માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટના આધારે મળે લાઇસન્સ

શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ થતા હવે કોઈ અભણ અરજદાર પણ હેવી લાયસન્સ કઢાવવા માંગતો હોય તો તેણે સારથી વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી કોઈ શૈક્ષણિક પુરાવા આપ્યા વિના માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ આપીને પણ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેનું લાઇસન્સ કઢાવી શકે છે.

રાજકોટ આરટીઓમાં આ નવો નિયમ અમલી કરી દેવાયો છે. હવે ઓછું ભણેલા કે સાવ નહીં ભણેલા લોકો પણ હેવી વાહનોનું લાઇસન્સ કઢાવી શકે છે. શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ થતા વધુને વધુ લોકોને લાભ મળશે, રોજગારી મળશે. – વી.એચ. યાદવ, આસિસ્ટન્ટ આરટીઓ, રાજકોટ

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો