ચંદ્રયાન 2 નિષ્ફળ નહીં, આગામી 14 દિવસ સુધી વિક્રમ સાથે કરાશે સંપર્ક, ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ અનુસાર કામ યથાવત રહેશે. સ્પષ્ટ કરેલ ગગનયાન સહિત ઇસરોના બાકી મિશન નક્કી સમય પર થશે.

ડીડી ન્યૂઝમાં આપવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં ઇસરો અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર અંતિમ તબક્કો યોગ્ય નથી રહ્યો, તેના કારણે વિક્રમથી અમારો સંપર્ક તૂટ્યો. ઇસરોના વડા કે. સિવને કહ્યું કે એક વખત વિક્રમ સાથે તૂટેલો સંપર્ક ફરી નથી જોડાઇ શક્યો. જોકે તેમણે કહ્યું કે આશાનું કિરણ હજુ બચેલું છે અને આગામી 14 દિવસો સુધી આપણે વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરતા રહીશું.

ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન

ચંદ્રયાન સાથે ગયેલ ઑર્બિટર વિશે જણાવતા કે સિવને કહ્યું કે ઑર્બિટરની જિંદગી માત્ર એક વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઑર્બિટરમાં હાજર વધુ ઇંધણના કારણે હવે તેની ઉંમર 7 વર્ષ સુધી નક્કી કરવામાં આવી રહી છે.

ઇસરોના બીજા અભિયાનો વિશે ડૉ કે સિવને કહ્યું કે, ચંદ્રયાન 2માં આવેલ તકલીફોની કોઇ અસર આ મિશન પર નહીં પડે. ડૉ સિવને કહ્યું કે ઇસરોના બીજા અભિયાન નક્કી સમયે થશે.

ચંદ્રયાન અને ગગનયાનનું અલગ અલગ લક્ષ્યઃ દિવાકર

જણાવી દઇએ કે, 2022 માટે મિશન ગગનયાન પર કામ થઇ રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા અને તેમને સુરક્ષિત પરત લાવવાનો છે. ઇસરોના વૈજ્ઞાનિક પી જી દિવાકરે કહ્યું કે ચંદ્રયાન અને ગગનયાનનું અલગ અલગ લક્ષ્ય અને અલગ વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું નિશ્વિતરૂપે તેની કોઇ અસર નહીં પડે, સેટેલાઇ મિશન અને માનવને અંતરિક્ષમાં મોકલવાની યોજના વગર કોઇ મૂશ્કેલીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને અનુરૂપ ચાલશે, દરેક મિશન અલગ પ્રકારના છે.

જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલાથી જાહેરાત કરી હતી કે ઇસરો 2022 સુધી ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલશે. આ સિવાય ભારત આદિત્ય L-1ના નામથી સોલર મિશન પર પણ કામ કરી રહ્યું છે. જેને આગામી વર્ષ સુધી મોકલવાની યોજના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો