લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ‘ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ’ વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં આવવાની સંભાવના

ચંદ્રયાન-2 મોટી રાત્રે ચંદ્રની સપાટી પરથી ફક્ત 2.1 કિલોમીટરની દુરી પર આવીને પોતાનો રસ્તો ભટકી ગયું. જોકે હજુ પણ આ મિશનને લઈને આશા કાયમ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તુટ્યા બાદ પણ 95 ટકા ચંદ્રયાન-2નું મિશન અત્યાર સુધી સફળ રહ્યું છે.

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટવાને લઈને ઈસરોના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘મિશને પોતાનો 5 ટકા ભાગ જ ખોયો છે. બાકી 95 ટકા, જે ચંદ્રયાન 2 ઓર્બિટર છે, સફળતા પૂર્વક ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. એટલે ચિંતા ના કરો, વિક્રમ લેન્ડર ગમે ત્યારે ફરી સંપર્કમાં આવી શકે છે.’

આ અધિકારીના જણાવ્યું અનુસાર એક વર્ષના મિશન લાઈફમાં આ ઓર્બિટર ચંદ્રમાની ઘણી તસ્વીર લઈ શકે છે અને તેને ઈસરોને મોકલી શકે છે. ઈસરોના અધિકારીઓ જણાવ્યું કે ઓર્બિટર લેન્ડર વિક્રમની તસ્વીર લઈને તેની સ્થિતિ વિશે ખબર રાખી શકે છે. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનમાં ત્રણ ખંડ શામેલ હતા- ઓર્બિટર (2,379 કિગ્રા, આઠ પેલોડ), લેન્ડર ‘વિક્રમ’ (1,471 કિગ્રા, ચાર પેલોડ) અને રોવર ‘પ્રજ્ઞાન’ (27 કિગ્રા, બે પેલોડ). 2 સપ્ટેમ્બરે, વિક્રમ ઓર્બિટરથી અલગ થઈ ગયું હતું.

22 જુલાઈએ 978 કરોડ રૂપિયાના ખર્ચ વાળા ચંદ્રયાન-2ના ટેક્સ્ટ બુક શેલીમાં ભારતના ભારે લિફ્ટ રોકેટ જિયોસિક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-માર્ક, દ્વારા અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો દ્વારા પાંચ પૃથ્વી-કક્ષાની પરિક્રમા ગતિવિધિઓ બાદ તેને ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં મુકવામાં આવ્યું હતું. અંતિમ ચરણમાં જઈને લેન્ડર વિક્રમ અને ઓર્બિટરની વચ્ચે સંપર્ક તુટી ગયો.

છેલ્લી 90 સેકન્ડમાં શું થયું?

ભારતના ચંદ્રયાન-2 મિશનના લેન્ડર વિક્રમ સાથે ચંદ્રમાની સપાટીથી ફક્ત બે કિલોમીટર પહેલા ઈસરોનો સંપર્ક તુટી ગયો. ઈસરોના ચીફ સિવને કહ્યું હતું કે છેલ્લી 15 મિનિટ ખૂબ મહત્વની રહેશે. તેમાંથી લગભગ 13 મિનિટ સુધી બધી જ વસ્તુ બરાબર ચાલી રહી હતી પરંતુ છેલ્લી 90માં જે થયું તેના કારણે ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ કરવાનું સપનું અધુરુ રહી ગયું.

સમગ્ર દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયો હતો. ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોની નજર અલગ અલગ સ્ક્રીન પર ટકેલી હતી. છેલ્લી 15 મિનિટમાં પીએમ મોદી અને ઈસરો ચીફ સિવનની નજર સ્ક્રીન પર અટકેલી હતી જે સ્ક્રિન પર ચંદ્રની તરફ વધી રહેલો લેન્ડર વિક્રમ દેખાઈ રહ્યો હતો. દરેકના ચહેરા પર તે સમયે જબરદસ્ત ઉત્સુક્તા હતી. દેશભરમાંથી આવેલા સ્કૂલના બાળકો ઉત્સાહમાં હતા. પરંતુ ચંદ્ર પર લેન્ડરની સોફ્ટ લેન્ડિંગથી ફક્ત અમુક જ સેકન્ડ પહેલા વૈજ્ઞાનિકોના હાવભાવ બદલાઈ ગયા.

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી

દરેકની નજરો પીએમ મોદી પર ટકેલી હતી. તેમના ચહેરા પર ઉત્સુક્તા હતી. છેલ્લે ઈસરોના ચીફ તેમની પાસે આવ્યા અને તેમણે બ્રીફ કર્યું. ત્યાર બાદ પીએમ મોદી વૈજ્ઞાનિકોની વચ્ચેથી ઉભા થઈને જતા રહ્યા. જતી વખતે પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઠાવ આવતા રહે છે. આ કોઈ નાની ઉપલબ્ધિ નથી.

લગભગ 25 મિનિટ સુધી ખૂબ જ સસ્પેન્સ બની રહ્યું હતું પરંતુ વૈજ્ઞાનિકોના ચહેરા પર ઉદાસીના સંકેત મળી ગયા હતા કે બધુ બરાબર નથી. ત્યાર બાદ ઈસરોની તરફથી જણાવવામાં આવ્યું કે લેન્ડ સાથે સંપર્ક તુટી ગયો છે.

આખરે થયું શું હતું?

ભારતના અતિમહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 મિશનના ભાગરૂપે ‘વિક્રમ’ લેન્ડર મોડી રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર થવાનું હતું. જોકે, વિક્રમ સપાટીથી 2.1 કિ.મી. દૂર હતું ત્યારે ઈસરોનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોએ વિક્રમ પાસેથી ઉપલબૃધ માહિતીનું વિશ્લેષણ શરૂ કર્યું છે.

ઈસરોની ચંદ્રયાન-2 માટેની દાયકાઓની મહેનત પર છેલ્લી ઘડીએ એવુ વિઘ્ન આવ્યુ અને ખામી સર્જાતા વિક્રમનો સંપર્ક તૂટ્યો છે. જેથી ભારતનું મધૂર સ્વપ્ન અધૂરું રહી ગયું છે. ઈસરોના પ્રમુખ કે. સિવાને વિક્રમ સાથે સંપર્ક તૂટયો હોવાની જાહેરાત કરી હતી. ઈસરો દ્વારા નિર્ધારિત રૂટ પર વિક્રમ આગળ વધી રહ્યું હતું. પરંતુ અચાનક વિક્રમ લેન્ડરે તેનો નિર્ધારિત રૂટ બદલ્યો હતો. આથી વૈજ્ઞાનિકો ચિંતાતુર બન્યા હતા અને તેમણે વિક્રમ તરફથી મળતા ડેટાનું વિશ્લેષણ હાથ ધર્યું હતું. પરંતુ વિક્રમ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

ઈસરો સાથે ચંદ્રયાનનો સંપર્ક તુટ્યો

વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિ.મી. દૂર હતું ત્યારે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. આથી ઈસરોના રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. રાત્રે 1 કલાક 50 મિનિટે વિક્રમના કેમેરાએ લેન્ડિંગ માટે સાઈટ શોધવાનું શરૂ કર્યું હતું. ગ્રીન સિગ્નલ મળ્યા પછી વિક્રમના બે એન્જિનના થ્રસ્ટરે કામ કરવાનું શરૂ કર્યું હતું અને સ્પીડને કંટ્રોલ કરતાં વિક્રમ ચંદ્રની સપાટીની નજીક આવ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકો શરૂઆતથી જ કહેતા આવ્યા હતા કે વિક્રમના ઉતરાણની છેલ્લી 15 મિનિટ ખૂબ જ જટીલ રહેશે. આ સમયમાં વિક્રમ પર ઈસરોનું કોઈ નિયંત્રણ નહીં રહે

ઇસરોના ચીફે ટ્વીટ કરી આપી હતી માહિતી

ઇસરોના ચીફ કે.સિવન દ્વારા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કપાઇ ગયાની જાહેરાત કર્યા બાદ ઇસરોએ ટ્વિટ કરીને પણ આ માહિતી આપી હતી. ઇસરોના ટ્વિટર હેન્ડલ પરથી મિશન કંટ્રોલ સેન્ટરે જણાવ્યું કે 2.1 કિલોમીટર સુધી વિક્રમ લેન્ડર યોજનાબદ્ધ રીતે કાર્ય કરી રહ્યું હતુ. પરંતુ ત્યારબાદ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો. ઇસરો દ્વારા ત્યારસુધીના ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

PM મોદીએ આજે વૈજ્ઞાનિકોને કર્યુ સંબોધન

ચંદ્રયાન-2નો ચંદ્ર પર ઉતરવાના થોડા સમય પહેલા સંપર્ક તુટી ગયો અને વૈજ્ઞાનિકો પરેશાન થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપી રહ્યો છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધીત કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભલે અમુક અવરોધો હાથ લાગ્યા છે પરંતુ આના કારણે આપણી હિંમતમાં કોઈ ફેરફાર નહીં આવે અને તે હજુ ખુબ મજબૂત થયો છે. આજે આપણા રસ્તાઓમાં ભલે અવરોધ આવ્યા છે પરંતુ આપણે મંજીલ સુધી પહોંચવા માટે અડગ રહી શું.

મોદીએ કહ્યું મિત્રો ચંદ્રયાન-2 મિશનમાં ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ. આ સાથે ISROના વૈજ્ઞાનિકોની હિંમત વધારતાં કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે તો અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો