સુરતમાં વ્યાજે નાણાં લાવી મિત્રને આપતાં ફસાયેલા ચંદ્રકાંત પટેલે ઝેર પીધા બાદ ફાંસો ખાધો

પીપલોદમાં એક જમીન દલાલે ઘરના ધાબા પર બનાવેલા રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મિત્ર પર આપઘાતને લઈને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.

પરિવારને આપઘાત કરેલી હાલતમાં મળ્યા

પીપલોદ વિસ્તારમાં આવેલી ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચંદ્રકાંત પરષોતમ પટેલ(ઉ.વ.59) પરિવાર સાથે રહે છે. અને જીંગા તળાવ અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત રોજ રાત્રે છોકરા અને મિત્રને ઘરે નીચે સુધી મુકવા આવ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. જેથી પરિવારે શોધખોળ કરતા ઘરના ધાબા પર બનાવવામાં આવેલા રૂમમાંથી આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આર્થિક સંકડામણમાં આવી ગયા હતા

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ચંદ્રકાંતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ચંદ્રકાંતભાઈએ રાજુનામના એક મિત્રને વ્યાજે રૂપિયા અપાવવામાં મધ્યસ્થી થયા હતા. અને મિત્રએ રૂપિયા ન ચૂકવતા તેનું વ્યાંજ ચંદ્રકાંતભાઈને ભરવાનું થયું હતું. અને આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેથી હતાશ થઈને આપઘાત કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુસાઈડ મોટ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પીપલોદના ચંદ્રકાત પટેલે શું લખ્યું સુસાઈડ નોટમાં?

આથી હું પોતે ચંદ્રકાંતભાઈ એટલા માટે સુસાઈડ કરું છું કે, મારો મિત્ર રાજેશભાઈ વાલજીભાઈ ઉમરીગરને મે વ્યાજે લાવીને પૈસા આપેલા હતા અને આજે એની સારી પરિસ્થિતિ થઈ ગઈ અને એણે મારી પાસે પૈસા લીધા હતા તે બધાને વ્યાજ સાથે ચૂકવી આપ્યા અને મને ઘણા વખતથી આજેકાલે- આજે કાલે એવા વાયદા કર્યા કરે છે. અને પૈસા માટે ગલ્લા તલ્લા કરે છે. આજે મે એમને પૈસા આપ્યા તેને 11થી 12 વર્ષ થયા તો પણ પૈસા આપવાની આનાકાની કરે છે. અને મે એક દોસ્તીમાં એને તકલીફ હતી અટલે એને મદદ કરી હતી. ને આજે સારી જિંદગી જીવતો થઈ ગયો અને મને તકલીફમાં મૂકી દીધો છે. આજની તારીખમાં પણ હું એનું વ્યાજ ભરું છું. મારે અત્યારે એટલી તકલીફ પડે છે કે, મારાથી વ્યાજ નથી ભરાતું અને એવા દોસ્તો પાસેથી લઈને આપ્યા છે કે, તેને વ્યાજ માટે મારાથી ના પણ નથી કહેવાતુ. અને દોસ્તીમાં એ લોકો પણ મને કહી શકતા નથી .પણ રાજેશે મારી સાથે દગો કર્યો છે. આજે એનું હું વ્યાજનું વ્યાજ ભરતો થઈ ગયો છું. મારા ઘરમાં પૈસો રહ્યો નથી કે હું આપી શકું. મારા ઘરના પૈસા પણ મે વ્યાજે મૂકી દીધા છે. આજે મારે તેમની પાસેથી 50થી 60 લાખ લેવાના છે એ મારા છોકરાને અપાવી દેજો. આ નોટીસ હું જાતે લખું છું કે કોઈ એમ કહી નહી શકે કે આ બીજાએ લખી છે. મે જે તકલીફ ભોગવી છે તે મારા છોકરાને નહીં ભોગવવી પડે એટલે આ પગલું ભરું છું. મને માફ કરી દેજો. – લિં. ચંદ્રકાંત પટેલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો