દિવાળીબેન ભીલ જેવો અવાજ ઘરાવતા ચંદ્રાબેન પરમાર માણાવદરના કતકપરા ગામની વતની છે, ઘરે ઘરે ફરી ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવે છે

માણાવદર તાલુકાના કટકપરા ગામે નટ સમાજ (વાદી જ્ઞાતિ)નો એક પરિવાર રહે છે. આ પરિવારના ચંદ્રાબેનનો ચારેક દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેમનો અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો લાગતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લોકો જોઇ રાનુ મંડલની યાદ અપાવી રહ્યા છે. ચંદ્રાબેન ઘરે ઘરે જઇ ગીતો ગાય ભિક્ષાવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ચંદ્રાબેનના પતિ પણ ભિક્ષાવૃત્તિ કરવા સાથે જાય છે

ચંદ્રાબેનના પતિ ચકુભાઇ પરમાર પણ તેની સાથે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે. ક્યાંક અનાજ તો ક્યાંક રૂપિયા મળી રહે છે. તેનો પરિવાર કરૂણ ગરીબીમાં જીવન નિર્વાહ કરી રહ્યો છે. નાનકડી ઓરડીમાં રહે છે. ચંદ્રાબેનને સંતાનમાં ત્રણ દીકરા લક્ષ્મણ, સાગર અને સુરેશ છે અને દીકરીમાં કાજલ અને જાહલ છે. ચંદ્રાબેન લોકગીતો, માતાજીના ગરબા ગાય છે.

સગાસંબંધીઓ સાંભળવા ઘરે આવે છે

2500 જેટલી વસ્તી ધરાવતા કટકપરા ગામમાં ચંદ્રાબેનને સાંભળવા ખાસ સગા સંબંધીઓ તેઓના ઘરે આવે છે. બાળપણથી જ તેઓ ગાવાના શોખિન છે. ગામડે ગામડે જઇ લોકગીતો, ભજન ગાય લોકોને ખુશ કરી ભિક્ષામાં આવેલું અનાજ અને ધનથી પરિવાર ચલાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો