26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકીનું ચંદીગઢ પીજીઆઈમાં મોત, તેના હ્રદયમાં કાણું હતું

26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકનું ચંદીગઢ પીજીઆઈમાં ગુરુવાર બપોરે મોત થયું છે. ડોક્ટરે જણાવ્યું હતું કે સંક્રમણની જાણ થતા તેને બુધવાર સવારે 11 વાગ્યે કોરોના વોર્ડમાં દાખલ કરાઈ રહતી. બુધવાર રાતથી તે વેન્ટિલેટર ઉપર અને ગ્લુકોજ ઉપર હતી. ઈન્ફેક્શન ઘણું વધી ગયું હતું. આ કારણે તેને બચાવી ન શકાય. બાળકીને પીજીઆઈના એડવાન્સ પીડિયાટ્રિક સેન્ટરમાં હ્રદયમાં કાણાનો ઈલાજ કરવા માટે દાખલ કરાઈ હતી. જ્યાં તેના સંક્રમણની જાણ થઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

9 અપ્રિલે બાળકી દાખલ કરાઈ હતી

જન્મ વખતે બાળકીનું વજન અઢી કિલો હતું. બાળકી છ મહીનાની થઈ ગઈ હતી. પરંતુ તેનો વજન ત્રણ કિલોથી વધ્યું ન હતું. પરીવારના સભ્યો તેને જાલંધરની એપોલો હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં 36 દિવસ સારવાર ચાલી હતી. હાર્ટ ફેલિયરની આશંકા પછી તેને પીજીઆઈ રિફર કરાઈ હતી. તેને 9 એપ્રિલે પીજીઆઈ લવાઈ હતી. જ્યાં તેના હ્રદયમાં કાણું હોવાની જાણ થઈ હતી અને સર્જીરીની સલાહ અપાઈ હતી. પરંતુ સર્જરી પહેલા તે સંક્રમિત થઈ ગઈ હતી. બાળકીમાં તાવના લક્ષણ ન હતા. પરંતુ તેના અંગોએ રિસ્પોન્સ કરવાનું બંધ કરી દીધું હતું.

માતા-પિતાનો રિપોર્ટ નેગેટિવ

વેન્ટિલેટર ઉપર રાખેલી બાળકીને માતા જોવા જતી હતી. બાળકીના પિતા રામૂ અને માતા બન્નેનો કોરોના રિપોર્ટ કરાયો હતો. બન્નેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નાના-નાનીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. સવાલ ઊભો થઈ રહ્યો છે કે બાળકીને સંક્રમણ કેવી રીતે થયું.

પીજીઆઈના 18 ડોક્ટર સહિત 54 કર્મચારી નેગેટિવ

બાળકીના સંપર્કમાં આવેલા 18 ડોક્ટર, એક્સરે ટેક્નિશિયન સહિત 54 કર્મચારીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. પીજીઆઈના 18 ડોક્ટરોને ક્વોરન્ટિન કરી આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. અન્ય સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવતા ઘરે મોકલાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો