સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે ચણાનો લોટ, ઘરે જ આ ફેસપેક બનાવીને લગાવો તુરંત દેખાશે અસર

સ્કિન માટે ચણાના લોટનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો ચણાના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો ગજબનો નિખાર આવી શકે છે. બધાંના ઘરમાં આ સામગ્રી હોય જ છે. જેને સ્કિન પર લગાવવાથી સ્કિન સુંદર અને હેલ્ધી બને છે.તો આજે જાણી લો તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા ચણાના લોટના ઉપાયો.

– ચણાના લોટમાં કાચું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ થાય છે.

-ચણાના લોટમાં મધ, હળદર પાઉડર મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સથી છુટકારો મળે છે.

-ચણાના લોટમાં કાકડીનો રસ મિક્સ કરીને લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.

ચણાના લોટમાં રહેલાં ગુણો સ્કિનને અનેક રીતે ફાયદો પહોંચાડે છે

-ચણાના લોટમાં હળદર પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે.

-ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થવાની સાથે ડાઘ દૂર થાય છે.

-ચણાના લોટમાં ટમેટાંની પેસ્ટ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સથી છુટકારો મળે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

– ચણાના લોટમાં મધ, લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સ દૂર થાય છે અને ચહેરો નિખરી ઊઠે છે.

-ચણાના લોટમાં હળદર પાઉડર તથા નારિયેળનું તેલ મિક્સ કરીને ગરદન અને હાથ-પગમાં લગાવવાથી કાળાશ દૂર થાય છે.

-ચણાના લોટમાં મલાઈ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સ્કિનના ડાઘ દૂર થાય છે. તેનાથી સ્કિન શાઇન કરવા લાગે છે.

-ચણાના લોટમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો