સુરતમાં ચડ્ડી-બનીયાન ગેંગ Live ચોરી કરતી પકડાઈ, કર્મચારી પર કર્યો હુમલો, CCTV વીડિયોમાં ચોર કેદ

સુરતના (Surat) છેવાડે આવેલ જહાંગીપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી (chaddi Banyan gang) ધાડપાડું ગેંગનો આંતક જોવા મળ્યો છે. જોકે સાત જેટલા આ ધાડપાડુંઓએ ધાડ પાડવાના ઇરાદે નંદનવન સોસાયટીમાં પ્રવેશ કરીને કેટલાક મકાનને બહારથી બંધ કરીને ચોરી નો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે એક સરકારી કર્મચારી ત્યાંથી પસાર થતા આ ગેંગ દ્વારા તેને માર મારવામાં પણ આવ્યો હતો.

જોકે આ ગેંગ નજીકના સીસીટીવીમાં (Live CCTV Video) કેદ થઇ જતા પોલીસે આ સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગઈકાલે પણ સુરતના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તારમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી અને એક કારખાનામાં ચોરી કરી હતી ત્યારે આ આ ચોરીને અંજામ આપનારા શખ્સોએ એક જ ગેંગના સભ્યો હોવાની શક્યતા પૂરેપૂરી છે.

બનાવની વિગતો એવી છે કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગેં ધાડ પાડવાના ઇરાદે સોસાયટીમાં પ્રવેશ કરીને કેટલાક મકાનોને બહારથી બંધ કરી દીધા હતા. આ શખ્સોએ લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવારને અંદર બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા મકાનમાં ગ્રીલ ખોલી અંદર ઘૂસી ગયા હતા.

જોકે એ દરમિયાન સોસાયટીમાં રહેતા GEBના એક કર્મચારીએ ચેકિંગ અર્થે જવાનું હોવાથી બહાર નીકળતા કેટલાક શકમંદ દેખાતા તેમને આ મામલે આ ઈસમોને કોણ છો એવું પૂછવાનું શરૂ કરતા આ ઈસમો એ આ કર્મચારી પાર હુમલો કર્યો હતો. જોકે આ સોસાયટીમાં થોડા દિવસ પહેલા આગળની વિંગમાં ચોરી થઇ હતી જેને લઈને આ જીઇબીના કર્મચારીએ વિરોધ કરતા એક પછી એક આ ધાડપાડુંઓ ત્યાંથી ભાગી છૂટ્યાં હતા .

જોકે એકજ અઠવાડિયામાં આ ગેંગે બીજી વખત આ સોસાયટીને ટાર્ગેટ બનાવી હોવાને લઈને સોસાયટીના લોકોએ પોલીસેને સીસીટીવી આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ ઈસમોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે જીઈબીના કર્મચારીએ આ ગેંગ સામે બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો પણ આ ગેંગ દ્વારા તેમના પર પથ્થરો વડે હુમલો કરવામાં આવતા સન્માનીય ઇજા પણ આ કર્મચારીને થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો