લૉકડાઉનમાં પેમેન્ટ ફસાતા સુરતમાં સિરામિકના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો
સુરત શહેરના સિરામિક વેપાર સાથે જોડાયેલા વેપારીનું લૉકડાઉન સમયે લાખો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ જવાથી આપઘાત કરી લીધો છે. એક બાજું પેમેન્ટ ફસાયું હતું અને બીજી તરફ મોરબીના ફેક્ટરી માલિકની ઉઘરાણીથી ત્રાસીને વેપારીએ બે પાનાની સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને લઈને કેટલાક લોકોના વેપાર પડી ભાંગ્યા છે. આ કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કરી લીધાના બનાવો સામે આવ્યા છે. હવે શહેરમાં વધુ એક વેપારીએ આર્થિક સંકડામણને લઈને આપઘાત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા ગામના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વાલક રોડ પર આવેલી રોયલ ટાઉનશીપમાં રહેતા અલ્પેશ ખુંટ પોતાના ઘર નજીક અવધ રેસિસન્સી નજીકના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીધેલી હાલમાં સ્થાનિક લોકોને મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
મૃતક અલ્પેશભાઈ કેનાલ રોડ પર સિરામિક ટાઈલ્સની દુકાન ધરાવે છે. તેઓ મોરબી ખાતેથી ફેક્ટરીમાંથી માલ માગવીને વેપાર કરતા હતા. આ મામલે પોલીસે મરનાર અલ્પેશભાઈ પાસેથી બે પાનની સુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં અલ્પેશભાઈએ કોરોના લોકડાઉનમાં તેમનું લાખો રૂપિયાનું પેમન્ટ ફસાઈ ગયું હોવાનો ઉલ્લેખ છે.
બીજી બાજુ મોરબીના સિરામિક ફેક્ટરીના માલિક સતત પઠાણી ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટ પ્રમાણે અલ્પેશભાઈએ રજની અને મુન્સી પાસથી 10 લાખ, અજય પાસેથી 20 લાખ અને કાના સુદામા પાસેથી 11.75 લાખ લેવાના નીકળે છે.
આ લોકોએ પેમેન્ટ નહીં આપતા તેઓ દેવું ચૂકવામાં નિષ્ફળ રહેતા આવું પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સુસાઇટ નોટ કબજે કરી સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

