લોભામણી જાહેરાતોથી દૂર રહો, ગુજરાતમાં વિદેશ ભણવા મોકલતી કેન્દ્ર સરકાર માન્ય માત્ર છે આ 14 એજન્સી, જુઓ આ રહી યાદી

વિદેશમાં અભ્યાસ કરવા જતા પહેલા કઈ બાબતો ધ્યાને રાખવી અને યુકેમાં અભ્યાસ માટે કેવી રીતે યુનિવર્સિટીની પસંદ કરી શકાય તે વિશે સમજણ આપવા માટેનો એક સેમિનાર સીજી રોડ પર આવેલી એક હોટેલમાં યોજાયો હતો, જેમાં 300થી વધારે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. ઓવરસીઝ એજ્યુકેશન સેન્ટર અમદાવાદ અને એઈસીસી ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓને વિદેશમાં જતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતો સમજાવાઈ હતી.આ સાથે જ વિદેશમાં અભ્યાસ માટે મોકલતી કેન્દ્ર સરકાર માન્ય એજન્સીઓ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. ગુજરાતમાં કેન્દ્ર સરકાર માન્ય 14 એજન્સી છે, જેમાંથી અમદાવાદની 2 છે.

સરકારે જાહેર કરેલી એજન્સીઓની યાદી

 1. ગરિમા પ્લેસમેન્ટ સર્વિસ, અમદાવાદ
 2. યુનિહન્ટ કન્સલ્ટિંગ પ્રાઇ‌વેટ લિમિટેડ, અમદાવાદ
 3. જોબ્સ ફાઉન્ટેન ઇન્ટરનેશનલ, ભરૂચ
 4. સીએમસી એબ્રોડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાવનગર
 5. એમ્પ્લોવિઝન મેનપાવર કન્સલ્ટન્ટ્સ, સુરત
 6. આજવા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, સુરત
 7. આસ્ક- ઇએચએસ એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ, સુરત
 8. વાઘેલા વર્લ્ડ વાઇડ કનેક્શન, સુરત
 9. વીનસ એન્ટરપ્રાઇઝ, વડોદરા
 10. આફ્રિકોન કન્સલ્ટન્ટ્સ, વડોદરા
 11. ઇન્ટરનેશનલ ઓવરસીઝ રિસોર્સ, વડોદરા
 12. ગ્લોબલ ઇમિગ્રેશન, વડોદરા
 13. સુમન એચઆર કન્સલ્ટન્ટ્સ, વડોદરા
 14. રોયલ કન્સલ્ટન્ટ્સ એન્ડ એક્સપોર્ટર્સ, વડોદરા

વિદેશી યુનિ.ની ખરાઈ કેવી રીતે કરી શકાય

રોજગાર વિભાગના મદદનીશ નિયામક એસ.આર વિજયવર્ગીયે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીની માહિતી માટે સરકારની ઇમિગ્રેટની વેબસાઇટ અને તે દેશની વેબસાઇટ પરથી જાણી શકે છે. માન્ય એજન્સીના માધ્યમથી વિદેશ જતા વિદ્યાર્થીને સરકાર મદદરૂપ થઈ શકે છે. વિદેશમાં જનારી દરેક વ્યક્તિને ત્યાંની સ્થાનિક ભારતીય એમ્બસીનો નંબર અપાતો હોય છે.

IELTS એક્ઝામ પાસ કરવી મોટી સમસ્યા

વિદેશ જતા વિદ્યાર્થીઓ સમસ્યાના સમાધાન માટે કાઉન્સેલર પાસે આવે છે. કાઉન્સેલર હિતેશ્રી જોષીએ જણાવ્યું કે, મોટા ભાગના વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા પાસ કરવાની સમસ્યા છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે તે પરીક્ષા તેમને વિદેશમાં મદદરૂપ થશે. જો તેઓ યોગ્ય રીતે મહેનત કરશે તો પરીક્ષામાં પાસ થશે જ. લોન માટેની વાત સમજાવશે.

વેબસાઇટ પર લિસ્ટ મુકાયું

વિભાગે પણ વિદેશમાં અભ્યાસ માટે જતા પહેલા એજન્સીની ચકાસણી કરવાની અપીલ કરી છે તથા લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન રાખવા માટે કહ્યું છે. માન્ય એજન્સીઓની યાદી http://emigrate.gov.in/ext/raList.action પર જોઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો