કેન્દ્ર સરકાર 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી! 23 PSUsને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી, જુઓ આ રહ્યું લીસ્ટ
આર્થિક સુસ્તી (Economic Slowdown)ને લઈને પહેલાથી લથડેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોરોના સંકટ (coronavirus crisis) વચ્ચે ખરાબ સ્થિતિમાં છે. સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર સતત સરકારી ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચવાની યોજનાઓ ઉપર કામ કરી રહી છે. આ ક્રમમાં 27 જુલાઈ 2020થી નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 23 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેને કેબિનેટમાંથી (Cabinet) લીલીઝંડી મળી ગઈ છે.
વેચનારી ભાગીદારીની ટકાવારી બજાર પ્રમાણે નક્કી થશે
નાણાંમત્રી નિર્મલા સીતારમણે જાહેરાત દરમિયાન એ ન્હોતું જણાવ્યું કે આ ખાનગીકરણના દારયામાં આવનારી 23 સરકારી કંપનીઓ કઈ કઈ છે. હવે માહિતી અધિકાર અંતર્ગત આપેલી અરજીમાં જાણવા પ્રમાણે સરકાર 23 નહીં પરંતુ 26 જાહેરક્ષેત્રની કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી રહી છે. આરટીઆઈમાં આ કંપનીઓના નામ પણ પૂછવામાં આવ્યા હતા. જવાબમાં બધી 26 કંપનીઓના નામની સાથે એ પણ જણાવ્યું હતું કે, વેચનારી ભાગીદારીની ટકાવારી બજાર પ્રમાણે નક્કી કરાશે.
આરટીઆઈમાં યુકો બેન્કને ખાનગીકરની યાદીમાં સામેલ કરવા અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, આ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. સીતારમણે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે બધા સેક્ટરોને ખાનગી ક્ષેત્ર માટે ખોલવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે તેમણે કહ્યું હતું કે, અલગ-અલગ સેક્ટર્સ માટે ખાનગીકરણની નીતિ ઉપર અંતિમ નિર્ણય અત્યારે થયો નથી. આરટીઆઈ અરજીના જવાબમાં ખાનગીકરણ કરવા માટેની નક્કી કરાયેલી 26 કંપનીઓની યાદી આ પ્રમાણે છે.
1. Project & Development India Limited (PDIL)
2. Engineering Projects India Limited (EPIL)
3. Pawan Hans Limited (PHL)
4. B&R Company Limited (B&R)
5. Air India
6. Central Electronics Limited(CEL)
7. Cement Corporation India Limited CCIL (Nayagaon unit)
8. Indian Medicine & Pharmaceuticals Corporation Ltd. (IMPCL)
9. Salem Steel Plant, Bhadrawati Steel Plant, Durgapur Steel plant
10.Ferro Scrap Nigam Ltd. (FSNL)
11.Nagarnar Steel Plant of NDMC
12.Bharat Earth Movers Limited (BEML)
13.HLL Lifecare
14.Bharat Petroleum Corporation Ltd. (BPCL)
15.Shipping Corporation of India Ltd. (SCI)
16.Container Corporation of India Ltd (CONCOR)
17.Nilachal Ispat Nigam Limited (NINL).
18.Hindustan Prefab Limited (HPL)
19.Bharat Pumps and Compressors Ltd (BCPL)
20.Scooters India Ltd (SIL)
21.Hindustan Newsprint Ltd (HNL)
22.Karnataka Antibiotics & Pharmaceuticals Ltd (KAPL)
23.Bengal Chemicals and Pharmaceuticals Ltd. (BCPL)
24.Hindustan Antibiotics Ltd. (HAL)
25.Indian Tourism Development Corporation (ITDC)
26.Hindustan Fluorocarbon Ltd (HFL)
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

