સુરતમાં યુવકે રૂ.500નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતા પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા મારામારીનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો, યુવકને પોલીસને સોંપ્યા બાદ શંકાસ્પદ મોત, હત્યાનો ગુનો દાખલ

સુરતના (Surat) સોસ્યો (Sosyo Circle) સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ (Petrol Pump) પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો (Fight) કરતા કર્મચારીઓ આ બંને યુવકોને માર મારી પોલીસને (Surat Police) હવાલે કર્યા હતા. જોકે, કથિત રીતે ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર કરાવવાને બદલે પોલીસે લોકઅપમાં પૂરી દેતાં બેમાંથી એક યુવકનું મોત (Death) થયું છે. આ ઘટનામાં પોલીસની બેદરકારીનો આક્ષેબપ લાગી રહ્યો છે. તો સામે પોલીસે આ મામલે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવી (cctv video) સામે આવ્યા છે. આ સીસીટીવી વીડિયોમાં કથિત રીતે દારૂ પીધેલા યુવકની ધોલાઈ કરતા દૃશ્યો સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, જાણે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી હોય તેવો ઘાટ સર્જોયો છે. લોકોને કાયદાની બીક ન હોય તેમ સામાન્ય બાબતે મારામારી અને જીવલેણ હુમલાઓ સુધી પહોંચી જાય છે. કદાચ આ મારામારીની ઘટના ઓ મોટું સ્વરૂપ લઇ લેતી હોવાથી જ આવી ઘટનાઓ સામે આવે છે.

સુરત શહેરના સોસિયો સર્કલ નજીકના એક પેટ્રોલ પંપ પર ફ્રી પાણીની બોટલને લઈ થયેલા ઝઘડામાં દારૂના નશામાં ચૂર બાઈક સવારને માર માર્યા બાદ પોલીસને સોંપી દેવાયો હતો, અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યો હતો અને મૃત જાહેર કરવામા આવ્યો હતો.

મૃતક રવિન્દ્ર સાંગડિયા રુદરપુરાના ખારવા વાળમાં રહેતો હતો અને એ પહેલી જુલાઈની રાત્રે રૂપિયા 500નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતા પંપના કર્મચારીઓ સાથે ઝઘડો થતાં માર માર્યો હતો, એવુ મૃતકના પરિવારના સભ્યોનું કહેવું છે અને આ સમગ્ર મારામારી અને બોલાચાલીના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત રવિન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયાના થોડી જ મિનિટોમાં રવિન્દ્રનું લોકઅપમાં મોત નીપજ્યું હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત ભાઈની મુલાકાતે ગયેલા નાનાભાઇ હિતેન્દ્રને રવિન્દ્રએ એટલું જ કહ્યું કે, મને સારું નથી લાગતું કહીં જમીન પર ઢળી પડ્યો હતો.

સીસીટીવીમાં મારામારી કેદ
જોકે માારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓને સારવાર કરવાની જગ્યા પર પોલીસે આખી રાત લોકઅપમાં રાખતા યુવકનું મોત થયું છે. જોકે આ ઘટનામાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હવે ઉચ્ચ અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે.

પેટ્રોલ પમ્પના કર્મચારીઓ સામે તવાઈ
દરમિયાનમાં આ મામલે હત્યાનો ગુનો નોંધાતા પેટ્રોલ પમ્પના કર્મચારીઓ પર તવાઈ બોલે તેવી સંભાવનાઓ છે. જીવન નિર્વાહ ચલાવવા આવતા આ કર્મચારીઓએ એક શખ્સની પીટાઈ કરી તેમાં તેઓ હત્યા જેવા ગંભીર ગુનાનો ભાગ બની જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે પોલીસ આરોપી તરીકે આ કર્મચારીઓને પકડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

યુવકોએ પહેલાં માથાકુટ કરી હતી
આ મામલે પેટ્રોલ પમ્પના માલિક પુરૂષોત્તમ ભાઈએ ન્યૂઝ-18 ગુજરાતીની જણાવ્યા મુજબ પહેલાં આ યુવકોએ કર્મચારી સાથે પીવાના પાણીની બોટલના મુદ્દે તકરાર કરી હતી. ઉશ્કેરાયેલા ગ્રાહકે અમારા કર્મચારી પર હાથ ઉપાડ્યો હતો અને લાફો પણ ઝીંકી દીધો હતો. ત્યારબાદ થયેલા ઝપાઝપાીના દૃશ્યો અને તે પહેલાં આ ગ્રાહકોએ કરેલા હુમલાનાં દૃશ્યો પણ સીસીટીવી વીડિયોમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો