કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ બનાવી 74 કરોડની ગેરકાયદેસર સંપત્તિ? તેમના 14 ઠેકાણા પર CBIએ દરોડા પાડયા

સીબીઆઈએ સોમવારના કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને બેંગલોર ગ્રામીણ લોકસભાથી સાંસદ તેમના ભાઈ ડી.કે. સુરેશના 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. સીબીઆઈએ સોમવારના સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા અને જેવા આ સમાચાર ફેલાયા મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ ગયા હતા. સોમવાર સાંજે સીબીઆઈએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, “સીબીઆઈએ કર્ણાટકના એક પૂર્વ મંત્રી (વર્તમાન ધારાસભ્ય)ની વિરુદ્ધ પોતાના અને પોતાના પરિવારના નામથી 74.93 કરોડની બેનામી સંપત્તિ રાખવાના આરોપમાં કેસ નોંધ્યો છે.”

57 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા

એજન્સીએ આગળ કહ્યું કે, “આજે તેમના કર્ણાટક, દિલ્હી, મુંબઈ સ્થિત લગભગ 14 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન લગભગ 57 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળ્યા છે. તપાસ ચાલી રહી છે.” બીજી તરફ પેટા ચૂંટણીની જાહેરાત બાદ આ પ્રકારની કાર્યવાહીથી કૉંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પાર્ટીના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે, ‘મોદી-યેદિયુરપ્પાની જોડીને ડરાવવા-ધમકાવવાની રમતમાં તેમની કઠપુતળી બનેલી સીબીઆઈની તરફથી ડી.કે. શિવકુમાર પર દરોડા પાડીને અંજામ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આનાથી તેઓ ડરવાના નથી. સીબીઆઈએ યેદીયુરપ્પા સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલવી જોઇએ.’

હવાલાથી કરોડો રૂપિયાની લેવડ-દેવડનો આરોપ

તેમણે આગળ લખ્યું કે, ‘મોદી અને યેદીયુરપ્પા સરકાર અને બીજેપીના ફ્રંટલ સંગઠન એટલે કે સીબીઆઈ-ઈડી-ઇનકમ ટેક્સને જણાવવા ઇચ્છે છે કે કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ આવા પ્રયત્નો આગળ ના તો ઝુકશે અને ના ઝુકવા દેશે.’ ગત વર્ષે સપ્ટેમ્બરમાં , કર્ણાટક કૉંગ્રેસના પ્રમુખની ઈડીએ તેમની વિરુદ્ધ આવક વેરા વિભાગ દ્વારા દાખલ ચાર્જશીટના આધારે ધરપકડ કરી હતી. તેમના પર બીજાઓની મદદથી હવાલા ચેનલ દ્વારા બેહિસાબ ધનરાશિની લેવડ-દેવડનો આરોપ છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ અંતર્ગત શિવકુમાર પર કર ચોરી અને હવાલાથી કરોડો રૂપિયાની લેવડ-દેવડનો આરોપ લગાવવામા આવ્યો હતો.

માતાએ કહ્યું- એજન્સીઓને દીકરાઓથી વધારે પ્રેમ છે

કર્ણાટક કૉંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર અને તેમના ભાઈના ઠેકાણાઓ પર સીબીઆઈના દરોડાને લઇને તેમની માતા ગૌરામ્માએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓને તેમના દીકરાઓથી ઘણો પ્રેમ છે. આ સાથે જ તેમણે તપાસ એજન્સીઓને પોતાના પ્રયત્નો માટે શુભકામનાઓ આપી. બેંગલોરના કનકપુરામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ ઘણીવાર દરોડા પાડી ચુક્યા છે. આ બસ વધુ એકવાર દરોડા છે. આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો