ઠંડીથી બચવા રૂમમાં હિટર-ગીઝરનો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન, લોકોમાં વધી રહ્યું છે આ બીમારીનું પ્રમાણ

ઠંડીથી બચવા માટે લોકો હિટર અને ગીઝરનો ઉપયોગ કરે છે. ખાસી, શરદી, તાવની સાથે સાથે હોસ્પિટલમાં લોકો હાથ-પગમાં બળતરા અને ખંજવાળની ફરિયાદ સાથે પહોંચી રહ્યા છે. હોસ્પિટલમાં અને ઓપીડીમાં દર્દીની સંખ્યા વધી રહી છે. એનઆઈટી ત્રણ સ્થિત ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ત્વચા રોગ વિભાગ ઓપીડીમાં 20 ટકાનો વધારો થયો છે. આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ત્વચા સાથે એક સપ્તાહ પૂર્વ રોજ લગભગ 120 દર્દી આવી રહ્યા છે.

તાપમાન નો પારો ગગડવાથી અને ઠંડી વધવાની સાથે ઓપીડીમાં દર્દીની સંખ્યા લગભગ વધી રહી છે. ઓપીડીમાં હવે રોજ 200 જેટલા દર્દી આવી રહ્યા છે. દર્દીની સંખ્યા વધવાનું કારણ હીટર અને ગીઝરને બતાવવામાં આવ્યું છે. હોસ્પિટલની વરિષ્ઠ ડો. સાંતા પાશીએ જણાવ્યું કે અત્યારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી, ખાંસી, માથાનો દુખાવો, ત્વચા સાથે સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં આવી રહ્યા છે.

તેણે કહ્યું કે મોડા સુધી હિટર ચલાવવાથી રૂમમાં તાપમાન ઓછું થઈ જાય છે અને ભેજનું સ્તર સમાપ્ત થઈ જાય છે. તેના કારણે સામાન્ય વ્યક્તિને શ્વાસની સમસ્યા થાય છે. ત્વચા સૂકી પણ થઈ જાય છે. હાથ-પગ સાથે શરીરના અન્યભાગમાં પણ ખંજવાળ આવે છે. તેનાથી બચવા માટે હિટરનો ઉપયોગ કરતી વખતે રૂમમાં એક પાણી ભરેલી ડોલ જરૂર રાખો, જેના કારણે ભેજ રહે. રૂમમાં અંગીઠી પણ ખતરનાક છે, તેનાથી કાર્બન મોનોઓક્સાઈડની માત્રા વધે છે અને ઓકસીજનનું સ્તર પણ ઘટી જાય છે. જેનાથી માણસનો જીવ પણ જઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો