યુવક કાકી સાથે પ્રેમ કરતો પકડાઈ ગયો તો પંચાયતે કાકી સાથે જ કરવી દીધા લગ્ન, જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી
બિહારના મુજફ્ફરનગર જિલ્લાના તરિયાની પેટાવિભાગના કુંડલ ગામમાં સોમવારની સાંજે એક અનોખા લગ્ન થયા. અહીં ભરી પંચાયતમાં ટૉર્ચના અજવાળે બબલૂ કુમારે શીલા દેવીના સેંથામાં સિંદુર ભર્યું હતું. તો અગ્નિની જગ્યાએ પંચાયતને સાક્ષી માનીને સાત જન્મો સુધી સાથ નિભાવવાના શપથ લીધા હતા. તો હાથ પકડીને લગ્નની મંજૂરી આપવામાં આવી. આ અનોખા લગ્નને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. શીલા દેવી સંબંધમાં બબલૂ કુમારની કાકી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લગ્ન બાદ હવે તે બબલૂની પત્ની થઈ ગઈ છે. કુંડલના રહેવાસી રામ વિનય સહનીના લગ્ન સાત વર્ષ પૂર્વે શીલા દેવી સાથે થયા હતા. બે વર્ષ બાદ શીલા દેવીએ દીકરાને જન્મ આપ્યો. રામ વિનય સહની બીજા પ્રદેશમાં મજૂરી કરે છે. તે સમય સમય પર ગામમાં આવતો રહે છે. તેની ગેરહાજરીમાં રામ વિનય સહનીનો ભત્રીજા બબલૂ કુમારને પોતાની કાકી શીલા દેવી સાથે પ્રેમ થઈ ગયો. સમય પસાર થવા સાથે જ પ્રેમનું ભૂત ચડ્યું. બબલૂ કુમાર મોટા ભાગે શીલાને લઈને ક્યારેક શિવહર, ક્યારેક સીતામઢી અને મુજફ્ફરનગર લઈ જવા લાગ્યો.
બંને ઘણા દિવસ સુધી ગુમ રહેવા લાગ્યા. ધીરે ધીરે ગામમાં તેની ચર્ચા થવા લાગી. આ દરમિયાન બબલૂ અને શીલા દેવી ફરી ગાયબ થઈ ગયા. જ્યારે બંને પરત ફર્યા તો ગ્રામજનોએ દબોચી લીધા. સાથે જ પંચાયત બેસાડી. ભરી પંચાયતમાં શિલાએ બબલૂ સાથે પ્રેમ પ્રસંગની જાણકારી આપી અને બબલૂ સાથે લગ્ન કરવાની વાત કહી. ગ્રામજનોએ બબલૂ કુમારને પૂછ્યું તો તેણે પણ હા પાડી. ત્યારબાદ પંચોએ શીલા દેવીના સસરા અને બબલું કુમારના પિતા વૃજેશ સહની સહિત સ્વજનો સાથે વાત કરી.
બધા પક્ષોની સહમતી મળતા જ સોમવારે સાંજે બબલૂ કુમાર અને શીલા દેવીના લગ્નનો નિર્ણય સંભળાવ્યો અને પંચાયતમાં જ બબલૂ કુમારે ટૉર્ચના અજવાળે શીલા દેવીના સેંથામાં સિંદુર ભર્યુ અને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો. ઘટનાસ્થળ પર CPIના જિલ્લા સચિવ કોમરેડ શત્રુધન સહની, પંચ સીતારામ સહની, વોર્ડના સભ્ય પ્રતિનિધિ શીતલ સહની, ગ્રામીણ દેવનંદન સાહ, સૂકુન મહતો, યુગલ સહની અને પ્રેમ સહની સહિત સેકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષોથી કાકી સાથે પ્રેમ કરી રહેલા યુવકની ચોરી પકડાઈ ગઈ અને ગ્રામજનોએ બેસીને બબલૂ કુમારના લગ્ન કાકી સાથે જ કરવી દીધા. સોમવારની મોડી રાતે ટૉર્ચના અજવાળામાં બબલૂ કુમારે કાકીના સેંથામાં સિંદુર ભર્યું. તો બબલૂ કુમાર અને શીલા દેવીએ પંચાયતમાં હાથ ઉઠાવીને એક સાથે રહેવાના શપથ લીધા. બબલૂ અને શીલાની પ્રેમ કહાનીના ચર્ચા આખા ગામમાં ખૂબ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

