હવે મોતિયો આવે તો ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે, એસ્પિરિનથી બનેલા આઇડ્રોપ્સથી મોતિયો નીકળી જશે

ભારત સરકારની નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોહાલીના વૈજ્ઞાનિકોની ટીમે દુખાવો અથવા તાવ ઓછો કરવા માટે આપવામાં આવતી દવા એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવ્યા છે. આંખમાં નાખવાનાં આ ટીપાં અંધત્વનું મુખ્ય કારણ ગણાતા મોતિયાને અટકાવવા માટે એક લેબોરેટરી ટેસ્ટિંગમાં સફળ સાબિત થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યારે મોતિયાની સારવાર સર્જરી છે. દેશમાં એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવવાનો આ પહેલો કેસ છે. જો તમામ ટેસ્ટિંગ સફળ થયા તો વર્ષ 2023 સુધીમાં તેની દવા આઇડ્રોપ્સ તરીકે માર્કેટમાં આવી જશે. મોતિયામાં આંખને ધૂંધળી બનાવતું મટિરિયલ કાઢી નાખવામાં આવે છે અને જો જરૂરી હોય તો આંખના કુદરતી લેન્સને બદલીને નવા કૃત્રિમ લેન્સ લગાવી દેવામાં આવે છે.

દેશમાં 1.2 કરોડ લોકો દૃષ્ટિહીન છે

  • દેશમાં લગભગ 1.2 કરોડ લોકો દૃષ્ટિહીન છે. તેમાં 66.2% અંધત્વ મોતિયાને કારણે આવે છે. દર વર્ષે દેશમાં 20 લાખ નવા કેસ નોંધાય છે. આ રિસર્ચ ટીમના વડા ડો.જીવન જ્યોતિ પાંડાએ જણાવ્યું કે, વૃદ્ધાવસ્થાને લીધે પરિવર્તનને કારણે અથવા આંખોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાને કારણે આંખમાં લેન્સ બનવતા ક્રિસ્ટલિય પ્રોટીનની રચના બગડી જાય છે.
  • આને કારણે અવ્યવસ્થિત પ્રોટીન ભેગું થાય છે અને એક વાદળી અથવા ભૂરા સ્તરની રચના થાય છે. જેનાથી લેન્સની પારદર્શિતાનો નાશ થાય છે. આને મોતિયો કહેવામાં આવે છે. મોતિયાને કારણે દેખાવાનું બંધ થાય છે. એસ્પિરિન નેનોરોડ્સ આંખના ક્રિસ્ટલીય પ્રોટીન અને તેના વિખંડનથી બનતા પેપ્ટાઇડ્સના ટુકડા થતા અટકાવે છે, જે મોતિયાનાં મુખ્ય કારણો છે.
  • લેબમાં, આંખના લેન્સ બનાવતા મોડેલ પ્રોટીન અને પેપ્ટાઇડ તૈયાર કરવામાં આવ્યા અને એસ્પિરિનના નેનોરોડ્સના ઉપયોગથી જાણવા મળ્યું કે, પેપ્ટાઇડથી નળીઓના માળખાંની રચના અટકાવવા માટે એસ્પિરિન નેનોરોડ્સનો ઉપયોગ થયો હતો. આ પ્રયોગમાં બે પ્રકારનાં પરિણામો મળ્યાં. પ્રથમ એ કે તે એસેમ્બલ પ્રોટીનને તોડી નાખે છે. બીજું તે નવા પ્રોટીન બનાવવાની મંજૂરી આપતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈને મોતિયો થયો હશે તો તે ઓગળી જશે અને નવો મોતિયો થવાની સંભાવનાને દૂર કરશે.

એસ્પિરિનની સેફ્ટી પ્રોફાઇલની જાણ હતી, ક્લિનિકલ ટ્રાયલ પણ સરળતાથી થશે

ડો. પાંડાએ જણાવ્યું કે, લેબ ટેસ્ટિંગ એસ્પિરિન રિપર્પઝિંગનો પ્રયોગ હતો,જે સફળ રહ્યો છે. કોઈ નવું પરમાણુ પસંદ કરવા માટે ખૂબ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. પરંતુ એસ્પિરિનનો ઉપયોગ પહેલેથી થઈ રહ્યો છે, તેથી, આપણે તેની સેફ્ટી પ્રોફાઇલ જાણીએ છીએ. ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી મેળવવામાં પણ સરળતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો