અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી: PUCની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી બાઇક ચાલકને લાફા ઝીંક્યા બાદ ગુપ્તભાગે લાત મારી, ચાલકને હૉસ્પિટલ ખસેડવો પડ્યો

કાલુપુરમાં તાજેતરમાં માસ્ક (Mask) બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે પીયૂસી (Pollution Under Control) મામલે વાહન ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વાહન ચાલકના વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા તે દંડ ભરવા તૈયાર હતો. વાહન ચાલક પાસે દંડ (PUC Charge)ના 1,500 રૂપિયા ન હોવાથી 500 રૂપિયા આપીને અન્ય રૂપિયા સંબંધીના ઘરેથી મંગાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસે ચાલક સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, વાહન ચાલકને લાફા મારીને ગુપ્ત ભાગે લાત મારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા હવેલી પોલીસે (Haveli Police Station) તપાસ શરૂ કરી છે.

અમદાવાદ નજીક આવેલા આણંદ જિલ્લાના ગોધાવી ગામના આકાશભાઈ વાઘેલા હાલ બોપલ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી એજન્સીમાં ઓનલાઇન પરીક્ષા સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સંબંધીના ઘરે ભુવલડી ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત આવતા હતા ત્યારે આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતા. આકાશભાઈ ખમાસા ચાર રસ્તા આવતા તેઓને ખમાસા ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોક્યા હતા.

આકાશભાઈએ હેલ્મેટ તથા માસ્ક પહેર્યું હતું જેથી હાજર પોલીસ કર્મચારીએ લાઇસન્સ તથા ગાડીના કાગળો માંગ્યા હતા. આકાશભાઈએ લાઇસન્સ અને પીયૂસી પોલીસ કર્મચારીને બતાવ્યાં હતાં. જોકે, પીયૂસીની મુદત પૂર્ણ થઈ ગઇ હોવાથી પોલીસ કર્મચારીએ આકાશભાઈ પાસેથી 1,500 રૂપિયા દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ આકાશ પાસે દંડ ભરવા માટે પૂરતા પૈસા ન હોવાથી પોલીસ કર્મચારીને 500 રૂપિયા જ છે તેમ જણાવી બીજા નાણા તેમના સંબંધી પાસેથી મંગાવી આપી દંડની રકમ પૂરી કરી દેવાનું જણાવ્યું હતું.

જોકે, પોલીસ કોઈ વાત માનવા તૈયાર ન હતી. પોલીસકર્મીઓએ આકાશને બીભત્સ શબ્દો બોલી તેમની સાથે બબાલ કરી હતી. બાદમાં પોલીસ કર્મચારીએ આકાશભાઈને લાફા માર્યા હતા અને આકાશભાઈના ગુપ્ત ભાગે પણ લાત મારી હતી. જે બાદમાં અકાશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આકાશભાઈ તેમના પિતાને આ બાબતે જાણ કરતાં તેમના પિતાએ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી.

દરમિયાન આકાશભાઈને ગુપ્ત ભાગે માર વાગ્યો હોવાથી દુઃખાવો થતાં તેઓને સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસે સિવિલ હૉસ્પિટલ પહોંચી આકાશભાઈના નિવેદન બાદ અજાણ્યા ટ્રાફિક પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો