આયુર્વેદમાં છે ડેન્ગ્યુનો પ્રતિકાર કરતાં ઔષધો, ડેન્ગ્યુના દર્દી આટલી બાબતો અનુસરે તો ઘેરબેઠા થઇ શકે સાજા

ડેન્ગ્યુનું નામ સાંભળતાં જ આજે મજબૂત મનોબળના લોકો પણ ધ્રુજવા લાગે છે. આજે આ રોગની સારવાર ઉપલબ્ધ છે પણ અકસીર દવા હજુ સુધી શોધી શકાય નથી, પરંતુ આયુર્વેદમાં ડેન્ગ્યુના રોગની સામે પ્રતિકાર કરે તેવા અનેક પ્રકારના ઔષધો આપેલા છે. આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મૂળને નષ્ટ કરી દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદ દર્શાવે છે કે બાળકો, વૃદ્ધો અને દુર્બળ માણસો માટે આ રોગ જીવલેણ બની શકે છે. આ રોગમાં સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ જવાબદાર છે. કારણ કે, આ રોગના વાઈરસ જઠરાગ્નિને મંદ પાડી દે છે.

ડેન્ગ્યુ રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે, ભૂખથી ઓછું જમવું, પ્રવાહી વધુ લેવું

  • સુદર્શન ઘનવટી અથવા સુદર્શન ચૂર્ણ અથવા સુદર્શનનો ઉકાળો નિયમિત સવાર-સાંજ એક-એક ગોળી કે અર્ધી ચમચી ચૂર્ણ લેવું.
  • કાળી દ્રાક્ષ રાત્રે 5 દાણા વ્યક્તિ દીઠ પાણીમાં પલાળી ચૂસવી.
  • ઘરમાં રોજ રાઈ, મીઠું, લીમડો તથા આકડાના પાનનો ધૂપ કરવો.
  • રાઈ-મીઠું વાટીને ગરમ પાણીમાં દિવસમાં 3 વખત નાસ લેવો.
  • સુદર્શન ઘનવટીની ગોળી દિવસમાં ત્રણ વખત લેવી.
  • શ્વસનતંત્ર અને પાચનતંત્રને અસર થતી હોવાથી મીઠું નાખીને સરસીયું તેલ સહેજ ગરમ કરી છાતી-વાસામાં માલિશ કરી શેક કરવો.
  • સિતોપલાદી ચૂર્ણ અર્ધી ચમચી મધ સાથે સેવન કરવાથી ઝડપથી સાજા થઇ શકાય છે.
  • બાળકોને પણ બાલચાતુર્ભદ્ર ચૂર્ણ અર્ધી ચમચી મધ સાથે 2 વખત અને સમસમની વટી એક- એક ગોળી સવાર-સાંજ આપવાથી ફાયદો થાય છે.

ક્રિષ્ના ફળની સીરમ ડેન્ગ્યુમાં ફાયદાકારક  

ક્રિષ્ના ફળની સારી ક્વોલિટીની 400 એમ.એલ.ની સીરમમાં પાણી અને સાકર, સિંધાલુણ મીઠું ઉમેરીને લેવામાં આવે તો તુરંત જ 5થી 10 કલાકમાં RBC અને WBC પ્લેટલેટના કાઉન્ટની ઘટવાની પ્રક્રિયાને તુરંત જ અટકાવીને તેને વધારવાનું કામ કરે છે. આ ફ્રૂટના જ્યૂસ પણ મળે છે.-ડૉ. બી.બી. લીંબાસિયા, નેચરોપેથિસ્ટ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો