ગૂગલ મેપના નેવિગેશને માતા-પુત્રને ખાડીમાં પાડ્યાં! મુંબઇથી માતા સાથે નવાપુર જઇ રહેલા યુવકની કાર અંતરિયાળ રસ્તે ખાડીમાં ખાબકી, ત્રણ કલાક સુધી ડૂબતી કારના છાપરે બેસી રહ્યાં

મુંબઈનો યુવક પોતાની માતા સાથે કારમાં નવાપુરમા બીમાર દીકરીને મળવા રાત્રે મોબાઈલ નેવિગેશન આધારે જવા નીકળ્યા હતા. નેવિગેશનમાં આંતરિક માર્ગ આધારે મહુવાનાં કોષ ગામની સીમમાથી પસાર થતા હતા, વરસાદના કારણે કોષ ખાડીના લોલેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યું હોય, કાર સાથે પસાર થતા જ, માતા પુત્રની કાર ખાડીમાં ઉતરી ગઈ હતી. રાત્રીનો સમય હોય, અવર જવર પણ ઓછી હોવાથી 3 કલાક કાર પર બેસી રહ્યા બાદ, સ્થાનિકોની મદદથી માતા અને યુવકને બચાવી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નેવિગેશનમાં શોર્ટકટ પસંદ કર્યો
અકસ્માત અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહારાષ્ટ્ર એસટી વિભાગમાં નોકરી કરતો અંકુશ રામચંદ્ર સિંઘની પત્ની અને દોઢ વર્ષની પુત્રી પિયર નવાપુર રહેવા માટે ગયા હતા અને ત્યાં પુત્રીની તબિયત બગાડતાં અંકુશ માતા સંગીતીબેન સિંધે સાથે નવાપુર પુત્રીની ખબર જોવા માટે નીકળયા હતા. મોબાઈલના નેવિગેશનના આધારે નવાપુર જવા નીકળેલા યુવકે શોર્ટ કટ પસંદ કરતાં અંતરિયાળ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા.

મા-દીકરો બચાવવા માટે બૂમો પાડતા રહ્યા
ગામડાના રસ્તાથી અજાણ અંકુશ કોષ ગામથી ઉનાઇ મુખ્યમાર્ગને જોડતા રસતાપરથી પસાર થતી વેળાએ રાત્રિના 12 વાગ્યાના અરસામાં કોષ ખાડીના લોલેવલ બ્રિજ પરથી પસાર થતી વેળાએ પુલ પર પાણીનું વહેણ હતું અને અંકુશે કાર પાણીના વહેણમાં ઉતારતા કાર બંધ પડી ગઈ હતી ધીમે ધીમે પાણી વધતું જતું હતું અને અંકુશ તેમજ માતા સંગીતાબેન બચાવ માટે બૂમો પાડતા હતા પરંતુ વરસતા વરસાદ અને નદી કિનારા નજીક કોઈ વસ્તી ન હોવાથી કોઈ મદદે નઆવ્યું કાર ડૂબવા લાગી પોતાનો જીવ બચાવવા અંકુશ કારની છત પર ચઢી ગયો.

3 કલાક પાણીમાં રહ્યા
મદદ માટે પોકાર કરતો રહ્યો અંદાજે અઢી કલાક જેટલો સમય વીતવા બાદ 2 મોટર સાયકલો પુલ નજીક આવ્યા અને અંકુશે ફરી બચાવવા માટે અવાજ કરતાં મોટરસાઇકલ ચાલકની યુવક પર નજર પડી અને મોટરસાઇકલ ચાલકે ગામ લોકોને જાણ કરી અને લોકો યુવકની મદદે પહોંચી યુવક અને તેની માતા તેમજ કારને પણ પાણીના વહેણ માથી બહાર કાઢી આમ પુત્રીની ખબર જોવા નવાપુર મોબાઈલ નેવિગેશનના આધારે નીકળેલા યુવક અને તેની માતા 3 કલાક પાણીના વહેણમાં જીવન મરણ વચ્ચે રહ્યા બાદમાં ગામ લોકો મદદે આવ્યા અને બચાવી લેવાયા.

જો ગ્રામજનોને જાણ ન થઇ હોત તો આજે બે જિંદગી તણાઇ ગઇ હોત
12 વાગ્યે યુવકની કાર પાણીના વહેણમાં ફસાયેલી કાર બાબતે અમને રાત્રે ત્રણ વાગ્યે જાણ થઈ અને ત્યાં સુધીમાં કાર પાણીમાં ડૂબી ગઈ હતી જોકે જેસીબીની મદદથી યુવક અને માતાને તેમજ કાર પણ પાણી માથી બહાર કાઢી સવાર સુધી જો જાણ ન થઈ હોય તો દુખદ ઘટના બની હોત. > હસમુખ પટેલ, સ્થાનિક રહીશ, કોષ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો