વડોદરામાં ફિયાન્સેને મળીને પરત આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા પુત્રીના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

રાજ્યમાં માર્ગ અકસ્માતોની (road accident in Gujarat) ઘટનાઓ વચ્ચે વડોદરામાં (accident in vadodara) શુક્રવારે મોડી સાંજે અકસ્માતની ચકચારી ઘટના બની હતી. અહીં અકોટામાં બ્રિજ (car hit activa girl died) ઉપર મંગેતરને મળીને મોપેડ ઉપર આવતી યુવતીને કાર ચાલકે અડફેટે લીધી હતી. જેના પગલે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા મોતને ભેટી હતી.અકસ્માતના પગલે રાવપુરા પોલીસે (Ravpura police) કાર ચાલક મિત્તલ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ પુત્રીને ગુમાવતા પરિજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. અને હોસ્પિટલ પરિસરમાં જ હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે વોડદરાના રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અકોટા પોલીસ લાઇન સામે આવેલ 7/ 50, શિવ-શક્તિ નગરમાં 23 વર્ષીય નમ્રતાબહેન જનકકુમાર સોલંકી પરિવાર સાથે રહેતી હતી. નમ્રતાની તાજેતરમાં કરમસદના યુવાન સાથે સગાઇ થઇ હતી. અને આગામી દિવસોમાં તેઓના લગ્ન થવાના હતા.

શુક્રવારે નમ્રતાનો મંગેતર વડોદરા આવ્યો હતો. આથી નમ્રતા પાડોશીનું એક્ટીવા મોપેડ લઇ અકોટા બ્રિજ પાસે મળવા માટે ગઇ હતી. નમ્રતા પોતાના ફીયાન્સને મળી પરત ઘરે આવી રહી હતી. તે સમયે અકોટા ગામ તરફથી પુરપાટ આવી રહેલી કારે નમ્રતાની એક્ટીવાને અડફેટે લેતા તે રોડ ઉપર પટકાઇ હતી. જેમાં તેણે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્મતા સર્જાતા જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવ બનતાજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઇજા પામેલ નમ્રતાને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

અકસ્માતના આ બનાવની જાણ નમ્રતાના ભાઇ હેત સોલંકીને થતાં તુરતજ તે પરિવાર અને મિત્રોને લઇ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે અકોટા પોલીસ લાઇનની સામે આવેલ શિવ-શક્તિ નગરમાં નમ્રતાનું અકસ્માત મોત નીપજ્યું હોવાની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

નમ્રતાનું લગ્ન થાય તે પહેલાંજ તેનું અકસ્માતમાં મોત નીપજતાં શિવ-શક્તિ નગરના લોકોએ ભારે આઘાત લાગ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

તે બાદ પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલી નમ્રતાના ભાઇ હેત સોલંકીની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની અટકાયત કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો