બદમાશોની દાદાગીરીનો વિડીયો વાયરલ: ટ્રકના ક્લીનરને કારના બોનેટ પર લટકાવી દૂર સુધી ઘસડ્યો, વિડીયો જોઈને ધબકારા વધી જશે

યૂપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 19 પર એક ખતરનાક ઘટના જોવા મળી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. કેટલાંક નબીરાઓ કારના બોનેટ પર એક શખ્સને બેસાડીને ફૂલ સ્પીડે કાર દોડાવતા નજરે પડ્યાં. કાર ચાલકની આ હરકતને કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી. આ નબીરાઓની કરતૂત સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચકેરી પોલીસ સ્ટેશન સ્થિત ઓવરબ્રીજ પર એક ફૂલ સ્પીડે કાર દોડતી જોવા મળી. કારના બોનેટ પર એક શખ્સ બેસેલો હતો. વિડીયો માત્ર 11 સેકન્ડનો જ છે, પરંતુ જે પણ આ વિડીયો જુવે છે તેના દિલના ધબકારા તેજ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે, જો કોઈને આ કાર વિશે જાણકારી મળે તો પોલીસને જાણ કરે.

પ્રાપ્ત જાણકારી મુજબ, પ્રયાગરાજની તરફથી આ કાર આવી રહી હતી. એ દરમિયાન કાર સવારનો ટ્રક ચાલક સાથે ભારે વિવાદ થયો હતો. એ પછી ટ્રકનો ક્લીનર આવી ગયો. કારના સવારે ક્લીનરને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્લીનર કોઈ પણ રીતે કારના બોનેટ પર ચઢી ગયો. એ પછી કાર ચાલકે ફૂલ સ્પીડે કારને દોડાવવા લાગ્યો.

ડીસીપી ઈસ્ટ અનુપ કુમાર સિંહના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર એક વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કારના બોનેટ પરના એક શખ્સને ધસડીને લઈ જતો નજરે પડી રહ્યો છે. આ વિડીયોને કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. ડીસીપીએ લોકોને નિવેદન કરતા કહ્યું કે, કાર અંગે કોઈ પણ જાણકારી મળે તો તેની જાણ પોલીસને કરવામાં આવે. પોલીસ હાલ આ કાર ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો