રિક્ષા અને ટ્રેક્ટર ચલાવવા માટે પણ હવે કારનું લાઇસન્સ લેવું ફરજિયાત

રિક્ષા, લોડિંગ રિક્ષા તેમજ ટ્રેક્ટરના પાકા લાઇસન્સ માટે હવે કારનો ટેસ્ટ આપવો પડશે. ઉપરાંત રિક્ષાના લાઇસન્સ માટે ધો.8 પાસ તેમજ બેઝનો નિયમ પણ રદ કરાયો છે. આ નિયમનો રાજ્યની મોટાભાગની આરટીઓમાં અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં અધિકારીઓના વાંકે હજી સુધી અમલ થયો નથી. જેના લીધે રિક્ષાના 7 કેમ્પમાં હજુ સુધી એક પણ રિક્ષા ચાલકને લાભ મળ્યો નથી તેવો આક્ષેપ રિક્ષાના વિવિધ એસોસિએશને કર્યો છે.

કારના લાઇસન્સમાં જ ટ્રાન્સપોર્ટના કેટલાંક વાહનોનો સમાવેશ કરી દેવાયો

વાહનવ્યવહારના નિયમોમાં કરાયેલા ફેરફાર અંતર્ગત હવે કારનું પાકું લાઇસન્સ ધરાવનારે રિક્ષા કે ટ્રેક્ટરનું અલાયદુ લાઇસન્સ લેવાની જરૂર નથી. કારના લાઇસન્સમાં જ ટ્રાન્સપોર્ટના કેટલાંક વાહનોનો સમાવેશ કરી દેવાયો છે. જેના લીધે રિક્ષા, લોડિંગ રિક્ષા કે ટ્રેક્ટર ચાલકને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. કારના પાકાં ટેસ્ટ માટે એપોઇમેન્ટથી લઇ ટેસ્ટ પણ આપવાનો રહેશે. કાર ના હોય તો ભાડે લઇ ટેસ્ટ આપવો પડશે. આમ રિક્ષાનું લાઇસન્સ હવે મોઘુ પડશે.

અમદાવાદમાં અમલ ન થતાં રિક્ષાચાલકો પરેશાન

કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી વાહનવ્યવહારના કોઇ પણ નિયમોમાં ફેરફાર કરાય તો તેનો અમલ અમદાવાદમાં સમયસર થતો નથી, જેના કારણે સામાન્ય પ્રજાને વધુ હાલાકી ભોગવી પડે છે. નાણાં તેમજ સમયનો વ્યય થાય છે. ધો.8 પાસ અને બેઝનો નિયમ 2018માં રદ કરાયો છતાં અમદાવમાં અમલ નહીં કરાતા હજારો રિક્ષાચાલકોને પરેશાની ભોગવી પડે છે. ગાંધીનગર આરટીઓમાં પણ અમલ શરૂ થઇ ગયો છે. સોફ્ટવેરમાં અમલ થઈ ગયો છે.

હવે પાકા લાઇસન્સની ફી પરત મળશે કે નહીં?

રિક્ષા ચલાવવામાં નિપૂણતા હોવાનું ડ્રાઇવિંગ સ્કૂલનું સર્ટીફિકેટ લેવા માટે રૂપિયા 500 સુધીની રકમ ચૂકવી પડે છે. અધિકારીઓ નક્કી કરેલી ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલક પાસે મોકલે છે. જે પોતાનો સિક્કો અને સહી કરી સર્ટિફિકેટ આપે છે. રોજના હજારો રૂપિયાનો વ્યવહાર થાય છે. આવા પ્રમાણપત્ર પણ બિનજરૂરી છે. કાચા લાયસન્સ સાથે લીધેલી પાકા લાયસન્સની ફી પરત મળશે કે નહીં તેની રિક્ષાચાલકોને ચિંતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો