અંબાજી દર્શને જતા અમદાવાદના પરિવારની CNG કારમાં આગ લાગતા ત્રણ સભ્યોને કાળ ભરખી ગયો, દાદી અને બે પૌત્રીના મોત

મૂળ વિસનગરના કરબડિયા ગામના અને હાલમાં અમદાવાદ રહેતા એક પાટીદાર પરિવારની માથે આભ તૂટી પડ્યું હતું. શુક્રવારે અંબાજીના દર્શને જતા સમયે ખેરાલુના નાનીવાડા પાસે આ પરિવારની કારમાં અચાનક આગ લાગી ગઈ. જેથી કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના દાદી તથા બે પૌત્રીઓના ગંભીર રીતે દાજી જતા મોત થયા હતા. જ્યારે પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસના સૂત્રોના જણવવા મુજબ, અમદાવાદનો પાટીદાર પરિવાર શુક્રવારે વહેલી સવારે અંબાજી દર્શન માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ખેરાલુ પાસે તેમની GJ-01-KR-1531 નંબરની CNG કિટવાળી વેગનઆર કારમાં આગ લાગી ગઈ. આ દરમિયાન ડ્રાઈવિંગ કરી રહેલા રાકેશભાઈ પટેલ કૂદકો મારીને ઉતરી જતા કાર ઝાડ સાથે અથડાઈને આગમાં લપેટાઈ ગઈ હતી.

બાદમાં રાકેશભાઈએ પોતાના પત્ની વર્ષા પટેલને પણ બહાર કાઢ્યા. જોકે કારમાં મુસાફરી કરી રહેલા રાકેશભાઈના માતા અંબાબેન તથા બે દીકરીઓ હેની અને આસ્થાના બહાર કાઢવામાં આવે તે પહેલા જ તેમના કારમાં જ સળગી જતા મોત થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત રાકેશભાઈ તથા વર્ષા બેનને સારવાર માટે ખેરાલુ, વડનગર અને બાદમાં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. કારમાં આગ લાગવાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટના સ્થળે ખેરાલુ પોલીસે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો