પાટણમાં વરાણા પાસે રસ્તા પર જતી CNG કારમાં અચાનક લાગી આગ, કારચાલક નીકળી ન શકતા બળીને ભડથું થયા

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં મોટાભાગે વાહન વ્યવહાર બંધ હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો પરંતુ રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર રીતે લોકોને છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટોને લઈને રસ્તા પર હવે વાહનોની અવર જવર પણ વધી છે. ત્યારે અકસ્માતની ઘટનામાં પણ ફરીથી વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકને એક નાની એવી બેદરકારીના કારણે તેનો અથવા તો રસ્તા પર જતાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. તો ક્યારેક વાહનમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહનચાલકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે આવી જ એક ઘટના પાટણમાં સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પાટણમાં રસ્તા પર જતી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કાર ચાલક કારની બહારના નીકળી શક્યો ન હોવાથી આગમાં કાર ચાલકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે રસ્તા પર જતી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કાર ચાલક કંઈક સમજે અને કારની બહાર નીકળીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરે તે પહેલાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીના સમયમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી. જે કારમાં આગ લાગી હતી તે કારમાં CNG કીટ ફીટ કરવામાં આવી હતી. આ ઘટના વરાણા ગામના પાટિયા પાસે વાવોલ પુલ નજીક બનવા પામી હતી.

આ ઘટનાની જાણ વાહનચાલકોએ ફાયર વિભાગને કરતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, કાર ચાલકનું નામ રણજીતસિંહ સિંધવ છે અને તે વરાણા ગામમાં રહે છે. પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી લાશનું પંચનામું કરીને રણજીતસિંહ સિંઘવ લાશને સમી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો