કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત નડતા 4નાં મોત, ડુંગર પર જઈને 108નો સંપર્ક કરવો પડ્યો

નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે,નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.

દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો

મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના નંદકિશોર, ઘોરપડે ગોરક્ષા એકનાથ, કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ અને કિશોર રાજારામ કોલ્હે એક કારમાં વાયા રાજપીપળા વડોદરા જિલ્લાના કુબેર ભંડારી દાદાના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી તેઓ ત્યાંથી વહેલી સવારે પરત નીકળ્યા હતા. દરમિયાન 23મી સવારે 6 વાગ્યાની આસપાસ રાજપીપળા અને વિશાલ ખાડી વચ્ચે આવતા ભયજનક વળાંકમાં તેમની કારનો સામેથી આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચારેય કાર સવારોનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

નર્મદા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી

ગમખ્વાર અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદ રાજપીપળા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ચારેયના મૃતદેહોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. નર્મદા પોલીસે આ અકસ્માત મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ડુંગર પર જઇને 108નો સંપર્ક કર્યો

દર્શન કરીને પરત ફરતી વખતે રાજપીપળા નજીક વિશાલ ખાડી પાસેના ભયજનક વળાંક પરકાર ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે એમ્બ્યુલન્સનો સંપર્ક થઇ શકતો ન હતો. ડુંગર પર જઇને 108નો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો