પોલીસ જ બની બુટલેગર: રાજકોટના બે પોલીસ કર્મીની સ્કોર્પિયો મોરબી નજીક પલ્ટી મારી જતાં કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી

મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો પાડવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર પણ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રાથમિક તબક્કે જ મોરબી પોલીસને જાણ થઈ હતી કે કારમાં સવાર બન્ને આરોપી પોલીસ તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ જ છે અને રાજકોટના જ બે પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા હોવાની જાણ થતા બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ જાંબુડિયા ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે કાળા કલરની એક સ્કોર્પિયો કાર નંબર GJ-03L-4455 પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં દારૂ ભરેલો હોવાથી તેમાંથી રોડ પર દારૂ ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર પડદો પાડવા કારમાં સવાર બે શખ્સોએ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, આ સમયે સ્થળ પર એકઠા થયેલા લોકો પર કારમાં સવાર લોકોએ ભારે રોફ જમાવ્યો હતો અને સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી. દારૂ ભરેલી કારનો ચાલક અણછાજતું વર્તન કરીને તેમજ રોફ જમાવીને રોડ બ્લોક કરી દેતા ટ્રાફિકજામ પણ થયો હતો.

દારૂ ભરેલી આ કારમાં સવાર રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં LRD તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રિબડા) અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. બામણબોર)ની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. ઉક્ત બનાવમાં વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 18720 તથા બિયર ટીન 32 કિંમત રૂપિયા 3200 કુલ રૂપિયા 21920 તથા બે મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા 5,46, 920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો