આટકોટના ખારચીયામાં કાર 200 મીટર ફંગોળાઇ ખેતરમાં પડતા એકનું મોત, 108ની ટીમે 14 લાખનું સોનુ પરિવારજનને પરત કર્યું

આટકોટના ખારચીયા ગામ પાસે I20 કાર રોડ પરથી ફંગોળાઇ 200 મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરધાર 108ની ટીમે મૃતકે પહેરેલા સોનાના ચેઇન સહિત 14 લાખનું સોનુ પરિવારજનને પરત કરી પ્રામાણિકતા દેખાડી હતી.

108ની ટીમે મૃતકે પહેરેલું સોનું તેના પરિવારજનને પરત કરી પ્રામાણિકતા દર્શાવી

મૃતક પરિવારનો એકનો એક પુત્ર હતો

108ની ટીમે 700 ગ્રામનો એક ચેઇન, સોનાની એક લકી, હાથની રીંગ અને કારની ચાવી સહિત 14 લાખનું સોનું પરત કરી પ્રામાણિકતા દેખાડી હતી. અકસ્માત થયા બાદ ખારચીયાના રમેશભાઈ દોડી ગયા હતા. મૃતક ભદુભાઈ ધાધલ જસદણના ગંગા ભુવનમાં રહેતા હતા. તેઓ પરિવારમાં એક જ પુત્ર છે તેવું જાણવા મળ્યું છે. પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો